GSTV
Health & Fitness Life Trending

જોવામાં નાની, ભાવ ખૂબ જ ઊંચા: 3000 રૂપિયા કિલો વેચાય છે નાની એલચી, જાણો તેના ફાયદા

એલચી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોમાં ઉપયોગમાં લેવાતો એક પ્રમુખ મસાલો છે. તે મુખ્યત્વે બે પ્રકારની હોય છે- નાની એલચી અને મોટી એલચી. નાની એલચીનો રંગ લીલો હોય છે અને મોટી એલચીનો રંગ બ્રાઉન હોય છે. આ બંને એલચીનો ઉપયોગ પણ અલગ છે. નાની એચીનો ઉપયોગ મોટે ભાગે ચા, મીઠાઈઓ અથવા માઉથ ફ્રેશનર જેવી મીઠી ચીજો માટે થાય છે. બીજી બાજુ મોટી એલચી મુખ્યત્વે શાકભાજી, નોન-વેજ ડીશ, પુલાઉમાં વપરાય છે.

વિશ્વનો બીજો સૌથી મોટો એલચી ઉત્પાદક દેશ ભારત

તેની ખુશ્બુ મનમોહક હોય છે. તે કોઇ પણ ખોરાકનો સ્વાદ બદલી શકે છે. નાની એલચી, મોટી એલચીની સરખામણીમાં મોંઘી હોય છે. વર્ષ 2000 સુધી ભારત એલચીનો સૌથી મોટો ઉત્પાદક દેશ હતો, પરંતુ હવે ગ્વાટેમાલા એલચીનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ચુક્યો છે. ભારત વર્ષમાં અંદાજે 15 હજાર ટન એલચીનો ઉત્પાદન કરે છે, જ્યારે ગ્વાટેમાલા વર્ષે 25થી 29 ટન એલચીનો ઉત્પાદન કરે છે.

એલચીનો પાક તૈયાર થવા માટે લાગે છે 3 વર્ષનો સમય

ભારતમાં એલચીની ખેતી મુખ્યત્વે કેરળ, તામિલનાડુ અને કર્ણાટકમાં થાય છે. એલચીની ખેતી એકદમ જટિલ છે. એલચીનો પાક તૈયાર થવા માટે 3 વર્ષનો સમય લાગે છે, ત્યારબાદ તેઓ લગભગ 10થી 12 વર્ષ સુધી ઉત્પાદન કરે છે. જોકે એલચીનું વાવેતર ખૂબ જ મુશ્કેલ છે અને તેના જાળવણીમાં પણ ઘણો ખર્ચ થાય છે, તેથી તેની કિંમત ઘણી વધારે છે.

ક્વાલિટી અને પેકિંગના આધારે નક્કી થાય છે કિંમત

બજારમાં એક કિલો નાની એલચીની કિંમત 1 હજાર રૂપિયાથી 6 હજાર રૂપિયા સુધી હોય છે. તેની સરેરાશ બજાર કિંમત 3 હજાર રૂપિયા પ્રતિ કિલો છે, જેમા તમને સારી ક્વાલિટીની નાની એલચી મળી જશે. ઉલ્લેખનીય છે કે એલચીની કિંમત તેની ક્વાલિટી, પેકિંગ અને વજન પર નિર્ભર કરે છે. જો તમે 50 અથવા 100 ગ્રામના વજનનું પેકેટ ખરીદો છો, તો તમને તેની કિંમત અંદાજે 5 હજારથી 6 હજાર રૂપિયા સુધી પડશે.

ઈલાયચી

એલચીના લાભ

એલચીમાં કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફોસ્ફરસ જેવા ઘણા પોષક તત્વો હોય છે. આથી તે માત્ર ખોરાકને સ્વાદિષ્ટ અને સુગંધિત જ નહીં પરંતુ આપણા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે. એલચીનો ઉપયોગ પાચન સમસ્યાઓ, હિચકી, શરદી, બ્લડ પ્રેશર, અસ્થમા, ભૂખમાં વધારો, ખરાબ શ્વાસ, ઉલટી, નપુંસકતા, હૃદય, દાંતના દુ:ખાવા, પેશાબની તકલીફોને દૂર કરવા માટે પણ થાય છે. તેથી એલચીનું સેવન કરવાથી આપણને ફક્ત સ્વાદ અને સુગંધ નથી મળતી સાથે સાથે આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. જો કે એલચી હંમેશા યોગ્ય માત્રામાં લેવી જોઈએ, નહીં તો તે આપણને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

Read Also

Related posts

Breakfast For Good Digestion: પાચન ક્રિયામાં સુધારો કરીને પાચન શક્તિ વધારવા માટે નાસ્તામાં ખાઓ આ 5 વસ્તુઓ

GSTV Web Desk

નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર

Zainul Ansari

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

Zainul Ansari
GSTV