જ્યારે કોઈ વ્યક્તિ આપણને ગલીપચી કરે તો તુરંત જ આપણે પેટ પકડીને હસવા લાગીએ છીએ. કેટલાક લોકોને તો ગલીપચી એટલી થાય છે કે હસી હસીને પેટ દુખી જાય. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે જાતે પોતાની જાતને ગલીપચી કરો તો તેની અસર થશે નહીં. આ પ્રશ્ન જો મનમાં થયો હોય તો તેનો જવાબ આજે મળશે. બર્લિનની હુમબોલ્ટ યૂનિવર્સિટીના શોધકર્તાઓએ આ વિષય પર સંશોધન કર્યું છે. તેમણે સંશોધન એક ઉંદર પર કર્યું. કારણ કે ઉંદર પણ માણસ જેવી જ પ્રતિક્રિયા આપે છે.

ઉંદર પર થયેલી આ શોધમાં સામે આવ્યું કે દર વખતે ગલીપચી કરવાથી ઉંદરના મગજ પર અલગ અલગ અસર થાય છે. શોધ અનુસાર ઉંદર જ્યારે પોતાની જાતે ગલીપચી કરે છે તો તેમના મગજનો એ ભાગ જે હસવાનો સંદેશ આપે છે તે કામ કરતો નથી. જ્યારે ઉંદરને અન્ય કોઈએ ગલીપચી કરી તો તેમના મગજને અન્ય કોઈએ સ્પર્શ કર્યાનો સંકેત મળ્યો અને તેમણે હસવાનો અવાજ કર્યો.

ઉલ્લેખનીય છે કે આ સિગ્નલને સોમૈટસેંસરી સિસ્ટમ કહેવામાં આવે છે. શોધકર્તાઓ અનુસાર જ્યારે આપણે આપણા શરીરને સ્પર્શ કરીએ છીએ ત્યારે આ સંકેત મળતા નથી. એટલા માટે જાતે ગલીપચી કરવાથી હસવું પણ આવતું નથી. શોધકર્તાઓના જણાવ્યાનુસાર ગલીપચી કરવાથી પણ મગજને જોખમના સંકેત મળે છે. શરીરના અંગ જેવા કે પેટ, કમર, જાંઘ પર સૌથી વધારે ન્યૂરોન હોય છે. આ અંગો પર કોઈ ગલીપચી કરી તો ન્યૂરોન ઝડપથી મગજને સંકેત આપે છે. પરંતુ ગલીપચી કરવી તે ખતરનાક નથી કારણ કે તેનાથી હસવું આવે છે અને તાણ દૂર થાય છે.
Read Also
- સંબંધ બચાવવા માટે પતિ-પત્ની એક બીજા સાથે 6 મહિના સુધી છૂટા પડ્યા, એકબીજા સાથે વાત ન કરી, પછી રિેલેશનમાં આવ્યો એક અનોખો વળાંક
- Box Office/ ‘લાલ સિંહ ચડ્ડા’ને પહેલા દિવસે મળ્યો ફિક્કો પ્રતિસાદ, ‘રક્ષા બંધન’ ફિલ્મને દર્શકો જ ન મળ્યા!
- India US Drill China: ભારતમાં ચીન બોર્ડર પાસે એમ જ યુદ્ધાભ્યાસ નથી કરવા જઈ રહી US આર્મી, છુપાયેલી છે મોટી ચાલ
- ભાજપના નેતાના શાબ્દિક પ્રહારો / આડી-અવળી વાત કરવાના બદલે ચોખ્ખું કહો કે મને ફરી PM બનવાનો કરડી રહ્યો છે કીડો
- ગુજરાતમાં પાણીની નહીં સર્જાય તંગી! રાજ્યના 207 જળાશયોમાં 69 ટકા પાણી, ચાલુ વર્ષે 21 ટકા વધુ વરસ્યો વરસાદ