GSTV

‘હાર કે જીતને વાલો કો બાજીગર કહેતે હૈ’ ભાજપનાં છેલ્લી ઘડીએ પારોઠનાં પગલાંમાં આ છે સમીકરણો

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સરકારી પરિક્ષાઓની જાહેરાત કરવામાં આવે એટલે હરખના વાદળો ઘેરાવા લાગે. ફટાફટ વિદ્યાર્થીઓ મસમોટા ખર્ચે સ્પર્ધાત્મક પરિક્ષાના ટ્યુશન રાખે. પરીક્ષાનું સાહિત્ય ખરીદે. બજારમાં મળતું આ સાહિત્ય કેટલું મોંઘુ છે તે તો વિદ્યાર્થીઓને જ ખબર છે. ભરપૂર તૈયારી કરે અને આ માટે દિવસ રાત એક કરી મહેનત કરે. પણ વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ત્યારે ફરી જાય જ્યારે પરિક્ષાને રદ્દ કરી દેવામાં આવે અથવા તો પરિક્ષાનું પેપરલીક થઈ જાય.

જ્યારે એક ઝાટકે પરિક્ષા રદ્દ કરી દેવામાં આવી

થોડા સમય પહેલા જ ગુજરાત સરકાર દ્રારા બિન સચિવાલયની પરિક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ અઠવાડિયે એટલે કે તારીખ 20-10-2019ના રોજ આ પરીક્ષા લેવાવાની હતી. પણ કોઈ પણ કારણ વિના પરિક્ષા એક ઝાટકે રદ્દ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓની આંખે અંધારા આવી ગયા હતા. ઉપરથી વિદ્યાર્થીઓ માથે મોટી મુસીબતનું સર્જન તો ત્યારે થયું જ્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓ જેમણે આ પરિક્ષાનું ફોર્મ ભર્યું હતું તેમને પરીક્ષા માટે ગેર-લાયક ઠેરવવામાં આવ્યા.

વિદ્યાર્થીઓએ સરકાર સામે માંડ્યો મોર્ચો

આ વાતની જાણ વિદ્યાર્થીઓને થતા જ ગુજરાત સરકાર માથે મોટી મુસીબત આવી ગઈ. ગુજરાતની પેટા ચૂંટણી માથે હતી એવા સમયે વિદ્યાર્થીઓનો રોષ ગુજરાતની ભાજપ સરકાર કોઈ કાળે વહોરી લેવા નહોતી માગતી. ઉપરથી ગુજરાતનો ભાગ્યે જ કોઈ એવા વિસ્તાર હશે જ્યાં સરકારની આ નીતિનો વિરોધ ન થયો હોય. ગળામાં પુંઠા પહેરી ગુજરાત સરકારના રાજમાં બેરોજગાર હોવાના વિદ્યાર્થીઓ દેખાવો કરવા લાગ્યા. એટલું જ નહીં કોંગ્રેસની યુવા પાંખ એનએસયુઆઈ દ્રારા પણ ભારે વિરોધ કરી સરકારના કાનમાં એ વાત નાંખવામાં આવી કે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓનાં મોઢામાં આવેલો કોળિયો ઝુટવી લે છે.

સરકાર નથી ઉઠાવવા માંગતી કોઈ રિસ્ક

ગુજરાતની 6 બેઠકો માટેની પેટા ચૂંટણી માથે છે એવા સમયે ભાજપની સરકાર કોઈ મોટું રિસ્ક ઉઠાવવા નહોતી માગતી. ગુજરાતમાં મોટાભાગના યુવાનો છે. જેમના પર ચૂંટણી જીતવા કોઈ પણ પક્ષને આધારિત રહેવું પડતું હોય છે. પ્રધાનમંત્રી મોદીના દરેક ભાષણમાં પણ યુવાઓ કેન્દ્ર સ્થાને હોય છે. પહેલા તો લાગતું હતું કે વિદ્યાર્થીઓ કંઈ નહીં કરે પણ બાદમાં ગાંધીનગર ખાતે આવેલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને સરકારનો ઘેરાવો કર્યો હતો. જેથી સરકાર માટે તો તાત્કાલીક ભીનું સંકેલવાનો વારો આવ્યો હતો. પરીક્ષા રદ કરતા સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ બન્યા હતા. આ મામલાને એનએસયુઆઈએ ઉપાડી લઇને ઠેરઠેર વિરોધ શરૂ કરતાં આ મામલો રાજકારણ સાથે જોડાયેલો ન હોવાથી છાત્રોમાંથી ભરપૂર સમર્થન મળવા લાગ્યું હતું. ધારાસભ્યો અને મંત્રીઓની ડિગ્રીઓના મેસેજો વાયરલ થવાની સાથે પેટાચૂંટણી પર અસર શરૂ થતાં ભાજપે પારોઠનાં પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. બેરોજગાર ઉમેદવારોએ 18 વર્ષની આસપાસના છે. ભાજપને યુવાનોમાં જ મતદારો દેખાય છે. યુવા મતદારોને ભાજપ કોઈ પણ સંજોગોમાં નારાજ કરવા માગતું ન હોવાથી આ ઘટનાના દિલ્હી સુધી પડઘા પડ્યા હતા. ઉચ્ચકક્ષાએ પણ આ બાબતે નારાજગી છવાતાં રૂપાણી સરકારે આ નિર્ણયમાં થૂકેલું ફરી ચાટવાનો વારો આવ્યો છે.

મને કંઈ ખબર જ નથી

આ વિશે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શાહબુદ્દીન રાઠોડની વાર્તા આવ ભાણા આવની માફક જવાબ આપી દીધો કે, ‘પરિક્ષા રદ્દ થઈ તેના વિશે હું અજાણ છું’ જે મુદ્દો બાદમાં ખૂબ ગાજ્યો અને વરસ્યો પણ હતો.

આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ નોંધવે એ કોઈ કાળે સાખી ન શકાય. જેથી રદ્દ થયાના ત્રીજા જ દિવસે નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઈ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી સમજૂતી દાવ રમી નાખ્યો. જેમાં આ વખતે છેલ્લી વાર ધોરણ 12નાં વિદ્યાર્થીઓ પરિક્ષા આપી શકશે. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હરખની હેલી છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી માથે હોય ત્યારે ગુજરાતની સત્તાધીન ભાજપ સરકાર કોઈ મોટું રિસ્ક ઉઠાવવા નથી માગતી હોતી, ગમે તેમ કરીને પણ તેમણે વિદ્યાર્થીઓએ કરેલા બળવાને શાંત કરી દીધો. જેની પાછળનું કારણ પણ પેટા ચૂંટણીને જ ગણવામાં આવે છે.

READ ALSO

READ ALSO

Related posts

Coronavirus Update: દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 1600ને પાર, 24 કલાકમાં 272 નવા કેસ

Bansari

આજથી રાજ્યભરમાં વિના મૂલ્યે અનાજ વિતરણનું આયોજન, ૩.૨૫ કરોડ લોકોને મળશે લાભ

Bansari

Corona ઈફેક્ટ: UPમાં 95% જમાતીઓની ઓળખ કરાઈ હોવાનો દાવો, 300થી વધારે કરાયા ક્વોરેન્ટાઈન

Karan
Do NOT follow this link or you will be banned from the site!