આ એક શખ્સ જેના વગર IPLમાં બોલી લગાવવી મુશ્કેલ, 11 વર્ષથી નથી બદલાયો આ ચહેરો

IPL સીઝન 11 માટે બેંગલુરુમાં બજાર સજાવવામાં આવ્યું હતું. બે દિવસ ચાલનારી આ નીલામીમાં કેટલાંય દેશી-વિદેશી ખેલાડીઓ માટે 8 ફ્રેન્ચાઈઝી બોલી લગાવી રહી છે.

છેલ્લા 11 વર્ષોમાં IPLના સફરની વાત કરીએ તો તેમાં ઘણાં બદલાવ અત્યાર સુધી જોવા મળ્યાં છે. ખેલાડીઓની જર્સીથી લઈને ટીમ મેનેજમેન્ટ સુધીના કેટલાંય બદલાવ થયા પરંતુ આ 11 વર્ષોમાં કંઈ જ બદલાયું નથી તો તે છે આ એક શખ્સ. આવો જાણીએ તેના વિશે જેની હાજરી વિના આ નીલામીની કલ્પના કરવી મુશ્કેલ છે.

IPLના આ 11 વર્ષમાં જો કંઈ નથી બદલાયું તો તે છે રિચર્ડ મેડલી. જી હા, IPLમાં નીલામીમાં બોલી લગાવનાર રિચર્ડ મેડલી આ ટુર્નામેન્ટની પ્રથમ સીઝનથી અત્યાર સુધી જોડાયેલા છે.

રિચર્ડ મેડલી ઇંગ્લેન્ડના રહેવાસી છે અને તેમની ગણતરી દુનિયાના સૌથી સારા ઑક્શનરોમાંથી એક તરીકે થાય છે. તેમના વિશે એક ખાસ વાત એ પણ છે કે રિચર્ડના પિતા, સસરા પણ ઑક્શનર રહી ચૂક્યાં છે.

મેડલી ઇંગ્લેન્ડની સર્રે ટીમની તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. જ્યારે રિચર્ડ એક હૉકી પ્લેયર પણ રહી ચૂક્યાં છે.

મેડલીએ BBC ચૅનલ માટે ઘણાં શો હોસ્ટ પણ કર્યા છે, પરંતુ તેઓ ખુદ માને છે કે IPL સાથે જોડાયા બાદ તેમના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter