GSTV
Home » News » અરૂણ ‘અસ્ત’ ભાજપને મોટો ઝાટકો, શા માટે અરૂણ જેટલીને મોદી-શાહનાં સંકટમોચક કહેવાય છે

અરૂણ ‘અસ્ત’ ભાજપને મોટો ઝાટકો, શા માટે અરૂણ જેટલીને મોદી-શાહનાં સંકટમોચક કહેવાય છે

પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીની વિદાય ભાજપ માટે એક મોટો ઝાટકો સમાન છે. કેમકે પક્ષે જેટલીના કદના નેતા ગુમાવી દીધા છે. અને એટલે જ જેટલીને ભાજપના ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંકટમોચક કહેવાય છે.

મોદી-શાહનાં ફાયરબ્રિગેડ હતા જેટલી

2014 પછી દેશની રાજનીતિમાં ભાજપ જે રીતે ફ્રંટફૂટ પર આવ્યું તેમાં જેટલીની સ્ટ્રેટેજી સૌથી મહત્વની રહી. વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કોઈ પણ પ્રકારના રાજકીય તોફાનથી બચાવનારા જેટલી જ હતા. હાલના રાજકીય માહોલમાં મોદી-શાહની જોડીને તોડનાર દૂર દૂર સુધી કોઈ નથી એવામાં જેટલીની વિદાય મોદી-શાહ માટે મોટું નુકસાન છે.

જેટલીનાં આ નિર્ણયોનો ભાજપ લાભ મેળવશે

અરૂણ જેટલી એક પણ વખત લોકસભા ચૂંટણી જીત્યા નથી, હંમેશા રાજ્યસભામાંથી ચૂંટાયા છે તેમ છતાં પાર્ટીમાં તેમનું કદ ઘણું મોટું હતું. પાર્ટીની નીતિઓ અને વિચારધારાને કોઈ પણ મંચ પરથી કહેવામાં ડરતા ન હતા. 2014માં મોદી લહેર હોવા છતાં લોકસભા ચૂંટણી હાર્યા બાદ પણ જેટલીને નાણા મંત્રાલય જેવું મહત્વનું ખાતુ મળ્યું હતું. તેઓએ મોદી સરકાર-1માં જે કામ કર્યા તે કામોને પાર્ટી આગળ પણ મમળાવી ફાયદો લેતી રહેશે. નોટબંધી અને જીએસટી જેવા નિર્ણય જેટલી નાણા મંત્રી હતા તે સમયમાં લેવામાં આવ્યાં. આ બે નિર્ણયોની જ્યારે પણ ચર્ચા કરાશે જેટલીને જરૂરથી યાદ કરાશે.

મોદીને પીએમ પદનાં ઉમેદવાર બનાવવા માટે કરી હતી મહેનત

અરૂણ જેટલીએ ગૃહમંત્રી અમિત શાહનો ત્યારે સાથ આપ્યો હતો જ્યારે તેઓને ગુજરાતમાંથી બહાર કરવામાં આવ્યા હતા. અમિત શાહના કપરા સમયમાં જેટલી હંમેશા તેમની સાથે જ રહ્યાં. ગુજરાત રમખાણ પછી મોદીની મુશ્કેલી દૂર કરવાની જવાબદારી પણ જેટલીએ જ સંભાળી હતી. પાર્ટીમાં જ્યારે મોદી વિરૂદ્ધ નિવેદનો થતા હતા ત્યારે અડવાણી બાદ જેટલીએ જ મોદીનો સાથ આપ્યો હતો. મોદીને 2014માં વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવા માટે થઈને જેટલીએ જ પાર્ટીના દિગ્ગજ નેતાઓને મનાવ્યા હતા. તે માટે જેટલીએ રાજનાથ સિંહ, શિવરાજસિંહ ચૌહાણ અને નીતિન ગડકરીને સાથ લેવાનું કામ કર્યું હતું.

ટ્રિપલ તલાકની તરફેણ કરનારા અરૂણ જેટલી જ હતા. આ મોટા મુદ્દા પર સરકારની સ્થિતિ જેટલીએ જ સ્પષ્ટ કરી હતી. મોદી સરકાર પહેલી વખત સત્તામાં આવી ત્યારથી ટ્રિપલ તલાક બિલને પસાર કરાવવાના પ્રયાસમાં હતી. ત્યારે જેટલીના પ્રયાસથી જ રાજ્યસભામાં અને બાદમાં લોકસભામાં પણ આ બિલ પસાર થયું હતું.

અટલ સરકારમાં વિશ્વાસુ પ્રધાન બન્યા જેટલી

વાજપેયી સરકારમાં અરૂણ જેટલીને કાયદા અને ન્યાય, સૂચના તેમજ પ્રસારણમાં રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજપેયીના સૌથી વધુ વિશ્વાસુ લોકોમાં જેટલી એક હતા. તે સમયમાં અરૂણ જેટલી અને અનંત કુમાર જ ભાજપના બ્રેન માનવામાં આવતા હતા. જો કે પાર્ટી હવે આ બંને નેતાઓને ગુમાવી ચુકી છે.

READ ALSO

Related posts

સંઘના યોગદાનના કારણે તિરંગાને સન્માન અને વંદેમાતરમની ગૂંજ દુનિયાના દેશમાં છેઃ સતીષ પુનિયા

Kaushik Bavishi

ઇસરો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સાધવા નાસાની મદદ લઈ શકે છે

Kaushik Bavishi

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!