GSTV
Home » News » બનાસકાંઠાની સરહદ પાસેના અંબાજી મંદિરમાં કેમ આવે છે પાકિસ્તાની રેન્જર્સે, થયો આ ખુલાસો

બનાસકાંઠાની સરહદ પાસેના અંબાજી મંદિરમાં કેમ આવે છે પાકિસ્તાની રેન્જર્સે, થયો આ ખુલાસો

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સીમાના પીલર નંબર 960ની બીજી બાજુ અવારનવાર પાકિસ્તાની રેન્જર્સના જવાન એક હિન્દુ મંદિરમાં બેઠેલા જોવા મળે છે. સિંધ પ્રાંતમાં સ્થિત કરુંઝર પહાડી પર તૈનાત પાકિસ્તાની રેન્જર્સના જવાન અહી આવેલા એક પ્રાચીન હિન્દુ મંદિરનો ઉપયોગ પોતાના આઉટ પોસ્ટ તરીકે કરે છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાનના બોડેસર ગામમાં સ્થિત આ મંદિરમાં અનેકવાર હિન્દુ શ્રદ્ધાળુઓ પણ જોવા મળે છે. જે પાકિસ્તાનના આ છેલ્લા ગામમાં રહે છે. મંદિર સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર બનાસકાંઠા જિલ્લા પાસે આવેલા આ આંતરરાષ્ટ્રીય સીમા પાસે સ્થિત આ મંદિરને સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે.

પાકિસ્તાનના બોડેસર અને બદતલાવ ગામના લોકો પૂજા માટે આવે છે

ભૂતકાળમાં આ ખાસ મંદિરમાં ભારત અને પાકિસ્તાન બંને દેશોના હિન્દુ શ્રદ્ધાળુઓ પૂજા કરવા માટે આવતાં રહ્યાં છે. મંદિરની આસપાસ પાક. રેન્જર્સના જવાનોની હલચલ સીમા પાસે આવેલા જલોયા ગામના સરપંચ થાનાજીએ જણાવ્યું કે, અવારનવાર આ મંદિરમાં પાકિસ્તાનના બોડેસર અને બદતલાવ ગામના લોકો પૂજા માટે આવે છે. આ ઉપરાંત ઘણીવાર આ મંદિરની આસપાસ પાકિસ્તાની રેન્જર્સના જવાનોની હલચલ જોવા મળે છે.

નાગરપાર્કર જિલ્લામાં સ્થિત છે ત્યાં મોટી સંખ્યામાં હિન્દુ

થાનાજીએ કહ્યું કે ભારતની જેમ પાકિસ્તાનમાં પણ હિન્દુ સમાજના તમામ લોકો રહે છે જે સીમા પાસે આવેલા આ ખાસ મંદિરમાં પ્રાર્થના માટે આવે છે. હકીકતમાં આ ખાસ મંદિર પાકિસ્તાનના જે નાગરપાર્કર જિલ્લામાં સ્થિત છે ત્યાં મોટી સંખ્યામાં હિન્દુ રહે છે. આ જિલ્લાના બોડેસર અને બદતલાવ ગામના લોકો આ મંદિરમાં પૂજા માટે આવતાં રહે છે. અંબાજી મંદિર ઉપરાંત નારગપાર્કરમાં સચ્યા માતા મંદિર, જૈન મંદિર અને લખન ભારતી જેવા કેટલાંક હિન્દુ દેવસ્થાન છે, જ્યાં તમામ હિન્દુ લોકો પૂજા-અર્ચના માટે આવે છે.

પાક રેન્જર્સના જવાન પોતાના આઉટપોસ્ટ તરીકે કરે છે

જલોયા ગામમાં રહેતાં કેટલાંક લોકો જે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પહેલાં પાકિસ્તાનના નાગરપાર્કર જિલ્લામાં રહેતાં હતાં તે આ તમામ હિન્દુ મંદિરોની કહાની જણાવે છે. આ લોકોનું કહેવું છે કે અંબાજી મંદિર પણ આસ્થાના આવા જ કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠીત છે જેનો ઉપયોગ હાલ પાક રેન્જર્સના જવાન પોતાના આઉટપોસ્ટ તરીકે કરે છે.

Related posts

આજે કર્ણાટકમાં કુમારસ્વામીની અગ્નિપરિક્ષા, સરકાર તૂટવાના એંધાણ

Mayur

ચંદ્રયાન-2 ટેક્નિકલ ખામીના કારણે રોકી દેવાયું હતું, નવી તારીખ સાથે તૈયારી થઈ પૂર્ણ

Dharika Jansari

ડિજીટલના સમયમાં સરકારનો વધુ એક આદેશ, વિદ્યાર્થીઓ માટે ફરજિયાત કર્યો હાજરીનો નિર્ણય

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!