GSTV

સૌથી મોંઘા ડ્રાઈફ્રૂટ પિસ્તાની કહાની/ જેટલા મોંઘા પિસ્તા હોય છે તેટલી જ મોંઘી તેની ખેતી, એક કિલો પિસ્તા તૈયાર થતાં થતાં ખેડૂતોને નાકે દમ આવી જાય

Last Updated on January 11, 2022 by Pravin Makwana

પિસ્તાને સૌથી મોંઘુ ડ્રાઈ ફ્રૂટ કહેવામાં આવે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટલુ મોંઘુ તે કેમ હોય છે. વિજ્ઞાન કહે છે કે, પિસ્તાની ખેતી કરવી અને તેના છોડની જાળવણી કરવી કંઈ ખાલી લેવાના ખેલ નથી. એટલુ જ નહીં પિસ્તાના ઝાડ પર ફળ આવવામાં 15થી 20 વર્ષ લાગે છે. આ ઉપરાંત પણ એવા કેટલાય કારણો છે, જેના કારણે તેની કિંમત ખૂબ ઉંચી હોય છે. તેથી જ તો ડિમાન્ડની સામે તેની સપ્લાઈ ખૂબ ઓછી થાય છે. કેલિફોર્નિયા અને બ્રાઝિલ સહિત દુનિયાના કેટલાય ભાગોમાં તેની મોટા પાયે ખેતી થઈ રહી છે.

સેન્ટ્રલ ઈંસ્ટીટ્યૂટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટના નિષ્ણાંત આશિષ કુમારના જણાવ્યા અનુસાર 15થી 20 વર્ષમાં એક ઝાડ તૈયાર થાય છે.તેમ છતાં પણ ખેડૂતને તો ખૂબ ઓછી માત્રામાં જ પિસ્તા મળે છે. સરેરાશ એક ઝાડમાં એક વર્ષમાં 22 કિલો પિસ્તા જ મળે છે. પિસ્તાની માગ મુજબ તેનું ઉત્પાદન ખૂબ જ ઓછુ રહે છે. બ્રાઝિલ જ એક એવો દેશ છે, જ્યાંની સ્થિતી થોડી અલગ છે. અહીં દર વર્ષે એક ઝા઼ડમાંથી લગભગ 90 કિલો પિસ્તાનું ઉત્પાદન કરવામા આવે છે.

એટલા માટે વધી જાય છે પિસ્તાની કિંમત

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પિસ્તાને વાવ્યા બાદ 15થી 20 વર્ષ બાદ તેનામાં ફળ આવવાનું શરૂ થાય છે. તેનાથી જ પિસ્તા તૈયાર થાય છે. આટલા વર્ષ સુધી તેના ઝાડની દેખરેખ રાખવી પડે છે. તેમાંથી ખૂબ વધારે ખર્ચ થાય છે. દેખરેખ છતાં પણ તેની કોઈ ગેરેન્ટી નથી હોતી કે, ઝાડમાંથી ટાર્ગેટ મુજબ પિસ્તા આવશે. તેનું ઉત્પાદન કરવું એટલુ સરળ નથી. તેના માટે વધારે પાણી, વધારે મજૂર, વધારે જમીન અને વધારે પૈસાની જરૂર પડે છે. તેથી તેની કિંમત વધી જાય છે.

દર વર્ષે ઉપજ નથી આવતી

ખેડૂતોને તેના માટે વધારે જમીનની જરૂર પડે છે. તથા વધારે છોડ લગાવા પડે છે. જોકે, ઉત્પાદન તો ખાલી નામનું જ થાય છે. તેનાથી પણ વધારે ખાસ વાત તો એ છે કે, ઝાડમાં દર વર્ષે પિસ્તા નથી આવતા. એટલા માટે ખેડૂતોએ તેના બે પાક લગાવવા જોઈએ. જેમાં એક વર્ષ છોડીને ઉપજ આવે છે. એટલા માટે યોગ્ય માત્રામાં છોડ હોવા છતાં પણ માગ મુજબ પિસ્તાનું ઉત્પાદન થઈ શકતું નથી.

મોટા પાયે મજૂરોની પડે છે જરૂર

પિસ્તાની ખેતી માટે મોટા પાયે મજૂરોની જરૂર પડે છે. એક એક પિસ્તાને હાથથી તોડવામાં આવે છે અને તેને સાફ કરવામાં આવે છે. ક્વાલિટી મુજબ તેમને અલગ કરવામાં આવે છે. તેને સાફ કરતી વખતે એ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે કે, કોને વેચવામાં આવે અને કોને રાખી મુકવામાં આવે. એટલા માટે આ સફાઈ કામમાં મજૂરો પાછળ ભારે ખર્ચ કરવામાં આવે છે.

કેટલાય પ્રકારના પોષક તત્વો હોવાના કારણે તે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પ્રોટિન, પોટેશિયમ, વિટામીન- બી6 અને કોપર હોય છે. એક રિપોર્ટ મુજબ પિસ્તા વજન, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને ઓછુ કરવાની સાથે સાથે આંખોને પણ સ્વાસ્થ રાખે છે.

READ ALSO

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!