GSTV
Auto & Tech Trending

જાણવા જેવું: બાઈકમાં ડિસ્ક બ્રેકવાળી પ્લેટમાં આ કાણા શા માટે આપવામાં આવે છે, ગણ્યાગાંઠ્યા લોકોને જ ખબર હશે આ વાત

સુપરબાઈક્સના આ જમાનામાં મોટરસાઈકલ બનાવતી કંપનીઓ નિમ્ન અને મધ્ય વર્ગનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. ભારતમાં પોતાનો બિઝનેસ કરતી તમામ નાની મોટી કંપની અલગ અલગ વર્ગના ગ્રાહકોને ધ્યાનમાં રાખતા પોતાની સસ્તી બાઈકને પણ મોંઘી બાઈક જેવા ફિચર્સ આપી રહી છે. એક સમય હતો, જ્યારે ફક્ત સ્પોર્ટ બાઈક અથવા કોઈ મોંઘી બાઈકમાં જ ડિસ્ક બ્રેક અને એસબીએસ જેવા ફીચર મળતા હતા, પણ હવે કંપનીઓ પોતાની સામાન્ય બાઈકમાં પણ ડિસ્ક બ્રેક આપી રહી છે. સમય અને ટેકનિકનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, નાના પૈડાવાળી સ્કૂટીમાં પણ હવે ડિસ્ક બ્રેક મળે છે.

શું સારા લુક માટે આપવામાં આવે છે ડિસ્ક બ્રેકમાં કાણા

આપની પણ આવી કોઈના કોઈ બાઈક જરૂર હશે, જેમાં ડિસ્ક બ્રેક લગાવેલી છે. જો આપની પાસે ન હોય તો આપે ક્યાંક ને ક્યાંક આવી બાઈક ચલાવી તો હશે જ. પછી તમે એવુ પણ જોયુ હશે કે, બાઈકનું ડિસ્ક બ્રેકની પ્લેટમાં હંમેશા કાણા હોય છે. એવુ નથી કે કોઈ એકલદોકલ કંપની જ મોટરસાઈકલમાં ડિસ્ક બ્રેકમાં કાણા આપે છે. આવું દરેક કંપની કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યુ છે ખરા કે, આવું શા માટે કરતા હોય છે. શું બાઈકને સારો લુક આપવા માટે આવું કરતા હોય છે કે પછી બીજા કોઈ કારણો હોય છે.

ડિસ્ક પ્લેટમાં કાણા હોવા જરૂરી

બાઈકની ડિસ્ક બ્રેક પ્લેટમાં કાણા શા માટે આપવામાં આવે છે, તે જાણ્યા પહેલા સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, જો બાઈકની ડિસ્ક બ્રેક પ્લેટમાં કાણા ન હોય તો આપની બાઈકની સાથે સાથે આપના જીવન માટે પણ ખતરારૂપ છે. બિલ્કુલ…બાઈકની ડિસ્ક બ્રેકમાં રહેલા છેદ ફક્ત આપની બાઈકને સુરક્ષિત નથી રાખતા પણ આપની જીંદગી બચાવામાં પણ મહત્વનો રોલ નિભાવે છે. આપને જાણને હેરાની થશે કે, બાઈકની ડિસ્ક બ્રેક પ્લેટમાં કાણા હોવાના બે ફાયદા છે.

ડિસ્ક પ્લેટમાં કાણા કરવાનું પહેલુ કારણ

હકીકતમાં જોઈએ તો, જ્યારે આપણે બાઈક ચલાવતા હોઈએ છીએ, ત્યારે ડિસ્ક બ્રેક પ્લેટ, બ્રેક પૈડી વચ્ચે ખૂબ જ ઝડપથી ફરે છે. એટલુ જ નહીં, રોડ પર ચાલતી વખતે આપણે વારંવાર બ્રેક લગાવવી પડે છે. જેના કારણે ડિસ્ક બ્રેકની પ્લેટ, બ્રેક પેડની વચ્ચે જબરદસ્ત ઘસાતી રહે છે. પણ પ્લેટની આ ગરમી ત્યાં આપેલા કાણા મારફતે બહાર નિકળી જાય છે. જો ડિસ્ક પ્લેટમાં કાણા ન હોય તો, વધારે પડતી ગરમીના કારણે તે તૂટી જાય છે. જેનાથી આપની સાથે મોટો અકસ્માત થઈ સકે છે.

અને આ છે બીજૂ કારણ

આ ઉપરાંત ડિસ્ક બ્રેકની પ્લેટમાં રહેલા કાણાની વધુ એક ભૂમિકા છે, તે છે વરસાની સિઝનમાં વાદળો ક્યારે વરસે, તેની કોઈ ગેરેન્ટી નહીં. જબરદસ્ત વરસાદમાં પણ ડિસ્ક બ્રેક પર લાગેલા કાણાના કારણે જ ભીનાશ અને ખાડાવાળા રોડ પર બાઈકને કંટ્રોલ કરી શકે છે. જો ડિસ્ક બ્રેક પર કાણા ન હોય તો, વરસાદમાં તેના પર પાણી લાગી જાય છે અને બ્રેક લગાવતા બ્રેક પૈડ પણ ભીનું થઈ જાય છે. ત્યારે આવા સમયે બ્રેક લગાવા છતાં પણ આપની બાઈક રોકાશે નહીં. જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે. તેથી ડિસ્કમાં રહેલા કાણમાંથી પાણી નિકળી જાય છે. જેનાથી પાણી ત્યાં રોકાતુ નથી. તથા બ્રેક પૈડ પણ સુકાયેલા રહે છે. અને આપ સરળતાથી બાઈક કંટ્રોલ કરી શકો છો.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV