GSTV
Business Trending

નવી પેન્શન સ્કીમ, જૂની કરતાં સારી! છતાં કર્મચારી OPSના પક્ષમાં શા માટે? જાણો શું છે બંનેના ફાયદા

દેશના મોટાભાગના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજનાના પક્ષમાં છે. તાજેતરમાં, પંજાબ સરકારે કહ્યું હતું કે તે તેના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરવા માટે ફરીથી વિચારી રહી છે. જો આમ થાય છે, તો પંજાબ રાજસ્થાન અને છત્તીસગઢ પછી OPS ફરીથી લાગુ કરનાર ત્રીજું રાજ્ય બનશે. તે જ સમયે, નિષ્ણાતો માને છે કે આ એક લોકપ્રિય રાજકીય નિર્ણય છે, જેનાથી સરકારી તિજોરી પર આર્થિક બોજ વધશે સાથે જ કરદાતોઓ પર પણ ટેક્સનું ભારણ વધશે.

એક્સિસ પેન્શન ફંડના MD અને CEO સુમિત શુક્લાએ જણાવ્યું હતું કે, ‘ઘણા દેશોએ ડિફાઈન્ડ બેનિફિટ સિસ્ટમ (ઓલ્ડ પેન્શન સ્કીમ) નાબૂદ કરી છે. કારણ કે વિશ્વભરની સરકારોને પેન્શનની વધતી જતી જવાબદારીઓને કારણે ભારે નુકસાન થયું છે. નવી પેન્શન યોજના તે કર્મચારીઓને લાગુ થશે જેઓ 1 જાન્યુઆરી, 2004 પછી સેવામાં જોડાયા છે અને તેમને નિવૃત્તિ બાદ તેના ફાયદા વિશે જાણ થશે.’

પેન્શન

ચાલો જાણીએ બંને પેન્શન સ્કીમ વિશે, તે સરકાર, કર્મચારીઓ અને પેન્શનરોને કેવી રીતે અસર કરે છે…

નવી પેન્શન યોજના શું છે?

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ (સશસ્ત્ર દળો સિવાય) માટે નવી અથવા રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ રજૂ કરી. જેઓ 1 જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાયા હતા. આ પછી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળ સિવાય, મોટાભાગના રાજ્યોની સરકારોએ આ નવી સિસ્ટમ લાગુ કરી. લેડર 7 ફાઇનાન્શિયલ એડવાઇઝરીના સ્થાપક સુરેશ સદાગોપને જણાવ્યું હતું કે, “સરકારોની વધતી જતી પેન્શન જવાબદારીઓને કારણે સિસ્ટમ પરિવર્તન જરૂરી હતું. OPS સરકારી તિજોરી માટે શક્ય ન હતું અને તેને ફરીથી લાગુ કરવું ઘાતક હશે.

નવી પેન્શન યોજના હેઠળ, સરકારી કર્મચારીઓ તેમની નિવૃત્તિ કોર્પસ બનાવવા માટે તેમના મૂળભૂત પગારના 10 ટકા યોગદાન આપે છે, જ્યારે તેમના એમ્પ્લોયર 14 ટકા સુધી યોગદાન આપે છે. NPS સ્વૈચ્છિક ધોરણે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પણ ખુલ્લું છે, જોકે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. NPS હેઠળ કાપવામાં આવેલી રકમનું રોકાણ ઇક્વિટી માર્કેટ અને સરકારી સિક્યોરિટીઝમાં કરવામાં આવે છે.

પેન્શન

નિવૃત્તિ પર, કર્મચારીઓ કુલ રકમના 60 ટકા સુધીનો ભાગ એકસાથે ઉપાડી શકશે, જોકે ટેક્સ ફ્રી હશે, જ્યારે વધેલી 40 ટકા રકમને અનિવાર્ય રૂપે એન્યુટીમાં પરિવર્તન કરવામાં આવશે, જે જીવનભર માટે પેન્શન આવક ઉત્પન્ન કરશે. OPSથી વિપરીત જે એક નિશ્ચિત ચુકવણીની ગેરંટી આપે છે. NPSમાં મળતી રકમ બજારની સાથે વધે છે. લાંબા ગાળામાં ઇક્વિટી બજારમાં તેજી, NPSના પક્ષમાં છે, પરંતુ ટૂંકાગાળાની અસ્થિરતાની પણ સંભાવના પણ છે.

જૂની પેન્શન યોજના

જૂની પેન્શન યોજના હેઠળ, જે કેન્દ્રીય કર્મચારીઓ 1 જાન્યુઆરી, 2004 પહેલા નોકરીમાં જોડાયા છે, તેઓ આવે છે. આ યોજનામાં પેન્શનની રકમની ફોર્મ્યુલા સીધી છે. જેમાં છેલ્લા પગાર અને મોંઘવારી ભથ્થાના 50 ટકાનો સમાવેશ થાય છે, જે નિવૃત્તિ પછી પેન્શન તરીકે મળે છે. તેની પાત્રતા માટે કર્મચારીએ ઓછામાં ઓછા 10 વર્ષ નોકરી કરવી જોઈએ. સૌથી મોટી વાત એ છે કે પેન્શન સ્કીમમાં પેન્શનરનાં મૃત્યુ પછી પતિ અથવા પત્નીને ફેમિલી પેન્શન આપવામાં આવે છે.

NPS

શું NPSને OPS ની જેમ નિશ્ચિત પેન્શન મળે છે?

ના, નવી પેન્શન યોજના નિર્ધારિત યોગદાન પર આધારિત છે નફા પર નહીં. જો કર્મચારીઓને વધુ પેન્શનની આવક જોઈતી હોય, તો તેઓ તેમના કાર્યકાળ દરમિયાન સ્વેચ્છાએ ફંડમાં મોટો ફાળો આપી શકે છે. જેથી તમે નિવૃત્તિ પર મોટી રકમ મેળવી શકો.

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે નવી પેન્શન સ્કીમ જૂની પેન્શન સ્કીમ કરતાં ઘણી સારી છે. કારણ કે વળતરની દ્રષ્ટિએ, કર્મચારીઓને નિવૃત્તિ પર સારી રકમ મળશે અને વધુ પેન્શન મળશે. NPSમાં રોકાણ કરવા માટે કર્મચારી પાસે ઇક્વિટી અને ડેટ ફંડનો વિકલ્પ હોય છે, જે વધુ સારું વળતર આપી શકે છે.

READ ALSO:

Related posts

બુધવારના દિવસે કરવામાં આવેલી ભૂલ પડી શકે છે ભારે, આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઈ જશે જીવન

Damini Patel

વ્યક્તિએ ઓનલાઇન શોપિંગ કરીને મંગાવ્યો ફોન, પેકેટ ખોલતા જ તેમાંથી નીકળ્યા બટાકા

Damini Patel

Health Tips/ આદુવાળી ચા પીવાના શોખીન છો? તો થઈ જાઓ સાવધાન! સ્વાસ્થ્યને થઈ શકે છે મોટાં નુકસાન

Hemal Vegda
GSTV