GSTV

વિધાનસભામાં કૉંગ્રેસને લાડવો ખવડાવ્યો એ ત્રણ રાજ્યો લોકસભામાં ઠેંગો બતાવશે! 5 મહિનાથી જવું જવું કરે છે

Last Updated on May 2, 2019 by

હિન્દી પટીના ત્રણ મહત્વના રાજયો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢમાં ભાજપ પાસેથી સત્તા છીનવવામાં કોંગ્રેસ સફળ થઇ પણ છેલ્લા પ માસથી આ રાજયો કોંગ્રેસના હાથમાંથી સરકી રહ્યા હોય તેવું લાગે છે અને આ રાજયોમાં સ્થિતિ બદલાઇ રહી હોવાનું જણાય છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભલે પહેલાથી મજબૂત લાગી રહી હોય પણ આ ત્રણ જગ્યાએ ભાજપના મજબૂત આધારને તોડવામાં નિષ્ફળ હોવાનું જણાય છે.

એના કેટલાક કારણો માનવામાં આવે છે. જેમાં એક કારણ એ પણ છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ આધાર અને મુદાઓને લડવામાં આવ્યા છે. બીજી દલીલ એ છે કે છતીસગઢને બાદ કરતા બંને રાજયોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કસો કસનો જંગ હતો,એટલે ઝડપથી ભાજપને હરાવવાનું શકય નથી. રાજકીય પંડિતોનું માનવું છે કે રાજયમાં કોંગ્રેસ સરકાર આવ્યાને બહુ જાજો સમય થયો નથી એટલે રાજયમાં થયેલું પ્રદર્શન લોકસભામાં થવાની વાત બહુ વધારે પડતી કહેવાશે.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લઇને સત્તાવિરોધી લહેર હતી જે લોકસભાની ચૂંટણી આવતા સુધીમાં ખતમ થઇ ગઇ છે. કોંગ્રેસને માટે જે પડકાર ઉભો થયો છે તેના માટે આ એક મહત્વનું કારણ છે. જો કે ભાજપે શાસન સામેના ગુસ્સાથી બચવાની રણનીતિ ઉપર વિધાનસભાની ચૂંટણીમાં જ કામગીરી શરૂ કરી દીધી રહી હતી. રાજસ્થાનમાં જ ત્યારે નારા લાગ્યા હતા કે મોદી તુજસે બૈર નહી, વસુંધરા તેરી ખૈર નહીં. ભાજપ આ નારાથી આકોશ વસુંધરા રાજે તરફ વાળવામાં સફળ થયો હતો.

આ ઉપરાંત વિધાનસભાના પરિણામો બાદ પક્ષ અને ખાસ કરીને સંઘે વડાપ્રધાન મોદીના નામ ઉપર જ માહોલ બનાવવાની શરૂઆત કરી દીધી હતી.એવું પણ જણાવાય છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાન અને છતીસગઢમાં પક્ષના કાર્યકરોને ડિસેમ્બરમાં જ ચૂંટણીની તૈયારીમાં લાગી જવાની હાહલ કરી હતી. આમ પણ હિન્દી પટીના આ રાજયોમાં ભાજપનો આધાર મજબૂત છે અને તેમાં પણ મોદી ફેકટરનો ઉમેરો થયો છે. બાલાકોટ એરસ્ટાઇક પછી બનેલો માહોલ રાષ્ટવાદ જેવા મુદા ચૂંટણીમાં મહત્વનો ભાગ બન્યા છે.

કોંગ્રેસ માટે શું છે પડકાર?

કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર છ માસથી ઓછા સમયમાં ભાજપના મજબૂત સંગઠનને હલાવવાનો છે. તો બીજી તરફ કોંગ્રેસના મોટા નેતાઓ થોડા સમય સુધી મુખ્યમંત્રીની રેસમાં હતા તેના કારણે રાજયોમાં વધારે રસ લઇ શકયા ન હતા અને સમય પણ પુરતો આપી શકયા ન હતા તે પણ મોટું કારણ છે. આ વાત ખાસ કરીને રાજસ્થાનના ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ અને મધ્યપ્રદેશના દિગ્ગ્જ નેતા જયોતિરાદિત્ય સિંધિયા માટે કહી શકાય. સિંધિયા પોતાની લોકસભા ચૂંટણી અને યુપીના પ્રભારી હોવાને લીધે મધ્યપ્રદેશથી દૂર છે.

Kutch Lok Sabha

એ જ રીતે કમલનાથે પણ છીંદવાડા ઉપર વિશેષ ધ્યાન આપવું પડે છે કે કારણ કે ત્યાં તેમનો પુત્ર નકુલનાથ ચૂંટણી લડે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પુત્ર વૈભવ ગેહલોત જોધપૂરથી લોકસભાની ચૂંટણી લડતો હોવાથી તેની કમાન અશોક ગેહલોતે સંભાળી છે. છતીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પછી બીજા મોટા નેતા ટી.એસ.સિંહદેવને ઓરિસ્સાનો પ્રભાર સોંપાયો છે કારણ કે ત્યાંના પ્રભારી ભંવર જીતેન્દૃસિંહને રાજસ્થાનથી ચૂંટણી લડવી હતી.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta

યુએસમાં પીએમ: વ્હાઈટ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમેરીકન રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે મુલાકાત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!