મંગળ ગ્રહ પર આજ સુધી કોઈ મનુષ્ય કેમ પહોંચ્યો નથી?, આ છે કારણ

આમ તો વિજ્ઞાન ક્ષેત્રે આપણે ખૂબ પ્રગતિ કરી લીધી છે, પરંતુ આજે પણ અમૂક વસ્તુઓ એવી છે, જે મનુષ્યો માટે હંમેશા એક મોટો પડકાર છે. મંગળ ગ્રહ પર આજ સુધી ના પહોંચવુ આ જ એક મોટો પડકાર છે. જેની પાછળ કારણ છે, જે અંગે અંતરિક્ષ એજન્સી નાસાએ પણ ઉલ્લેખ કર્યો છે.

નાસાએ ગયા વર્ષે મંગળ ગ્રહ પર મનુષ્ય દ્વારા પહોંચાતા માર્ગમાં આવનારી મુશ્કેલીઓની એક યાદી બનાવી છે. નાસા મુજબ આ મુશ્કેલ છે, મંગળ ગ્રહ પર વિકિરણ, અલગતા, ધરતીથી મંગળ ગ્રહ વચ્ચેનું અંતર, ગુરૂત્વાકર્ણ અને ત્યાંનું બંધ વાતાવરણ. મંગળ પર જવા માટે સૌપ્રથમ પડકાર વિકિરણ છે, જેને માનવની આંખો દ્વારા જોઈ શકાય નહીં. કારણકે મંગળનું પોતાનુ કોઈ ચુંબકીય ક્ષેત્ર નથી, એવામાં ત્યાંના ખતરનાક બહ્માંડીય વિકિરણ (રેડીએશન) મનુષ્યોની આંખમાં મોતિયાબંધ અને ત્યાં સુધી કે કેન્સરનું કારણ પણ બને છે.

ધરતીથી મંગળ ગ્રહ વચ્ચેનું અંતર લગભગ 14 કરોડ માઈલ છે. ચંદ્ર સુધી પહોંચવા માટે અંતરિક્ષ યાત્રીઓએ મુશ્કેલીપૂર્વક ત્રણ દિવસની યાત્રા કરવી પડી હતી, પરંતુ મંગળ સુધી પહોંચવા માટે મનુષ્યએ અમૂક મહિના સુધી પ્રવાસ ખેડવો પડશે. આ એક મોટો પડકાર છે.

અંતરીક્ષ પ્રવાસીઓને ગમે તેટલુ શિક્ષણ આપવામાં આવે, પરંતુ થોડા સમય સુધી અંતરીક્ષમાં રહ્યાં બાદ તેમને વ્યવહાર સંબંધી પરેશાની પડી શકે છે. જેના માટે નાસા એક એવી ટીમની તપાસ કરી રહી છે, જેમાં મજાકીયા લોકો પણ પોતાનું કામ સારી રીતે કરે. આ સાથે જ તેઓ આખી ટીમને હસાવતા પણ રહે, કારણકે આટલા લાંબા સમયના મિશનમાં મનુષ્યની અંદર તણાવ પ્રસરી શકે છે.

મંગળ ગ્રહ પર મનુષ્યને અલગ પ્રકારના ગુરૂત્વાકર્ષણનો પણ સામનો કરવો પડશે. ધરતી પર જે વ્યક્તિનો વજન 100 પાઉન્ડ એટલેકે 45.3 કિલો હશે, મંગળ ગ્રહ પર તેનો વજન 38 પાઉન્ડ એટલેકે 17.2 કિલો થઈ જશે. મંગળનું તાપમાન અને દબાણ પણ મનુષ્ય માટે એક મોટો પડકાર રહેશે. પૃથ્વીની સરખામણીએ ઠંડી, ધૂળ ભરેલી આંધી અને વંટોળ, મંગળ ગ્રહ પર ઘણુ વધારે છે. ગરમીમાં મંગળ ગ્રહનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહે છે, પરંતુ ઠંડીમાં આ તાપમાન- 140 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે.

કારણકે જીવતા રહેવા માટે સૌથી જરૂરી છે ઑક્સિજન, પરંતુ મંગળ ગ્રહ પર તેની વધુ અછત છે. મંગળના વાતાવરણમાં 96 ટકા કાર્બન ડાયોક્સાઈડ છે, 1.93 ટકા આર્ગન, 0.14 ટકા ઑક્સિજન અને 2 ટકા નાઈટ્રોજન છે. સાથે જ અહીંના વાતાવરણમાં કાર્બન મોનોઑક્સાઈડના નિશાન પણ મળ્યા છે. એવામાં ત્યાં કોઈ પણ મનુષ્ય અમૂક કલાકો સુધી જ જીવતો રહેશે.

જોકે, નાસાનું કહેવુ છે કે વર્ષ 2030 સુધી અંતરીક્ષ યાત્રીઓનું એક દળ મંગળ ગ્રહ પર પગલા માંડશે. તો યુરોપીય અંતરીક્ષ એજન્સી ‘ઈએસએ’ પણ વર્ષ 2050 સુધી પોતાના એક એવા અભિયાનને શક્ય માને છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter