GSTV
Home » News » આદિત્ય ઠાકરેએ બાંદ્રા બેઠક પરથી ચૂંટણી લડવાને બદલે શા માટે વર્લી બેઠક પર પસંદગી ઉતારી

આદિત્ય ઠાકરેએ બાંદ્રા બેઠક પરથી ચૂંટણી લડવાને બદલે શા માટે વર્લી બેઠક પર પસંદગી ઉતારી

મુંબઇના બાંદ્રા વિસ્તારમાં રહેતા આદિત્ય ઠાકરેએ બાંદ્રા બેઠક પરથી ચૂંટણી લડવાને બદલે વર્લી બેઠકની પસંદગી કરી છે. જો કે વર્લી બેઠકથી ચૂંટણી લડવા પાછળ શિવસેનાની ખાસ રણનીતિ છે. આદિત્ય ઠાકરે માટે વર્લી બેઠક એકદમ સલામત માનવામાં આવે છે..આખરે એવા તે ક્યા પરિબળો છે કે જેના કારણે આદિત્યને વર્લીમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા.આવો જોઇએ.

મુંબઇની વર્લી વિધાનસભા બેઠકને શિવસેનાનો મજબૂત ગઢ માનવામાં આવે છે.1990માં શિવસેનાએ અહીં પહેલી વખત જીત મેળવી. અને ત્યાર બાદ વર્ષ 2004 સુધી જીતનો સિલસિલો યથાવત રહ્યો. વર્ષ 2009માં એનસીપીએ અહીં ખાતું ખોલ્યું. પરંતુ 2014માં શિવસેનાએ વર્લી પર ફરી કબ્જો જમાવ્યો.વર્લી બેઠક હેઠળના તમામ 6 કોર્પોરેટર પણ શિવસેનાના જ છે. આ જ કારણ છે કે આદિત્ય ઠાકરે માટે વર્લી બેઠકની પસંદગી કરવામાં આવી.

વર્લી વિધાનસભા મુંબઇ દક્ષિણ બેઠક હેઠળ આવે છે. 2014ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના સાંસદ અરવિંદ સાવંતે કોંગ્રેસના દિગ્ગજ નેતા મિલિન્દ દેવરાને 1 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.એનાથી પણ મોટી વાત એ હતી કે વર્લીમાં અરવિંદ સાવંતને 38 હજાર મતોની લીડ મળી હતી. અરવિંદ સાવંત મોદી સરકારમાં કેન્દ્રીય પ્રધાન છે.આથી આદિત્યને વર્લીથી ચૂંટણી લડાવવાને કારણે મોટો ફાયદો થઇ શકે છે.

વર્લી બેઠક પર મરાઠા સમુદાયના મતદારો કિંગમેકરની ભૂમિકામાં છે. આ ઉપરાંત વર્લી ખૂબ જ હાઇપ્રોફાઇલ વિસ્તાર છે.અહીં અનેક મોટી કોર્પોરેટ કંપનીની ઓફિસ પણ છે.આદિત્યની ઇમેજ જે પ્રકારની છે તે જોતા તેઓ ભદ્ર વર્ગની સાથે મરાઠી લોકો સાથે પણ આસાનીથી તાદાત્મ્ય સાધી શકે છે. જેના કારણે શિવસેનાને ભદ્ર વર્ગના મત પણ મળી શકે છે.

વર્લીના હાલના ધારાસભ્ય શિવસેનાના સુનિલ શિંદે છે.2014ની વિધાનસભા ચૂંટણીમાં સુનિલ શિંદેને 60 હજાર 625 મત મળ્યા હતા. તેમણે એનસીપીના પૂર્વ પ્રધાન સચિન આહીરને 23 હજારથી વધુ મતોની લીડથી હરાવ્યા હતા.વર્ષ 2009માં શિવસેનાને અહીંથી જ હરાવનારા સચિન આહિર તાજેતરમાં જ શિવસેનામાં સામેલ થયા છે.જેના કારણે આદિત્યની રાહ આસાન બની છે.

આદિત્ય ઠાકરેનું ઘર મુંબઇના બાંદ્રા પૂર્વ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.અહીં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમુદાય વસે છે.જે પરંપરાગત રીતે શિવસેનાના મતદારો માનવામાં આવતા નથી. આથી જો આદિત્ય બાંદ્રાથી મેદાનમાં ઉતરે તો મુસ્લિમ મતદારો તેની જીતની રાહમાં અવરોધરૂપ બની શકે તેમ હતા. આથી જ કદાચ આદિત્યએ બાંદ્રાને બદલે વર્લીથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું.

વર્લી બેઠકની પસંદગીના કારણો

  • વર્ષ ૧૯૯૦માં શિવસેનાએ પહેલી વખત જીત મેળવી
  • વર્ષ ૧૯૯૦ થી ૨૦૦૪ સુધી શિવસેનાની જીતનો સિલસિલો યથાવત
  • વર્ષ ૨૦૦૯માં એનસીપીએ પ્રથમ વખત જીત મેળવી ખાતું ખોલ્યું
  • વર્ષ ૨૦૧૪માં શિવસેનાએ વર્લી પર ફરી કબ્જા જમાવ્યો
  • વર્ષ ૨૦૧૪માં શિવસેનાના અરવિંદ સાવંતે મિલિન્દ દેવરાને ૧ લાખથી વધુ મતોથી હરાવ્યા
  • વર્લીમાં અરવિંદ સાવંતને ૩૮ હજાર મતોની લીડ મળી
  • મરાઠા સમુદાયના મતદારો કિંગમેકરની ભૂમિકામાં
  • વર્લી ખૂબ જ હાઇપ્રોફાઇલ વિસ્તાર
  • વર્લીમાં અનેક મોટી કોપારેટ કંપનીની ઓફિસ આવેલી છે
  • વર્ષ ૨૦૧૪ની વિધાનસભા ચૂંટણીમાં સુનિલ શિંદેને ૬૦,૬૨૫ મત મળ્યા
  • સુનિલ શિંદેએ એનસીપીના પૂર્વ પ્રધાન સચિન આહિરને ૨૩ હજાર મતોથી હરાવ્યા
  • બાંદ્રામાં બહોળી સંખ્યામાં મુસ્લમ સમુદાય કરે છે વસવાટ
  • મુસ્લમ સમુદાય પરંપરાગત રીતે શિવસેનાના મતદારો નથી માનવામાં આવતા
  • આદિત્ય બાંદ્રાથી ચૂંટણી લડે તો મુસ્લમ મતદારો જીતમાં અવરોધરૂપ બની શકે

READ ALSO

Related posts

આમને કોઈ ન પહોંચે : અદાણી હવે ખીચડી વેચશે, 300 કરોડ રૂપિયાનો મૂક્યો ટાર્ગેટ

Arohi

ઈનોવેશન ઇન્ડેક્સમાં દેશમાં ગુજરાત પાછળ, 7 માપદંડના બનાવાયા હતા આધાર

pratik shah

નવી નકોર નોટ હાથમાં આવે તો ચેતજો, સરકારે આ વર્ષે નોટ છાપી જ નથી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!