GSTV

એવું તો શું થયું કે આમિર ખાન અને માધુરી દીક્ષિત શા માટે તેમની આ ફિલ્મ વિશે વાત કરવાનું ટાળે છે?

આમિર

Last Updated on July 31, 2020 by Bansari

તમને આજ સુધી એક ગીત યાદ હશે ‘સારે લડકો કી કર દો શાદી, બસ એક કો કુવારા રખના’, પરંતુ એવું બની શકે કે તમને આ ફિલ્મનું નામ યાદ ન હોય અને તેના હીરો હિરોઈન પણ યાદ ન હોય. આ ફિલ્મનું નામ છે ‘દીવાના મુઝસા નહીં’ અને મુખ્ય જોડી હતી માધુરી દીક્ષિત અને આમિર ખાન. તાજેતરમાં જ બંનેએ પોતાની સુપર ડુપર હિટ ફિલ્મ ‘દિલ’ને 30 વર્ષ પુરા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જૂના લોકો આશ્ચર્યચકિત થયા કે તેના 28 દિવસ પછી પણ ફિલ્મ ‘દીવાના મુઝસા નહીં’ને 30 વર્ષ પૂરા થયા છે, તો તેઓ એ ફિલ્મને કેમ ભૂલી ગયા બંને સુપરસ્ટાર જાણી જોઈને આમ કરે છે કે તેઓ અજાણ બને છે.

માધુરીએ આમિર અને ડાયરેક્ટર ઇન્દ્ર કુમારને ધન્યવાદ આપ્યા હતા, તે ફિલ્મની યાદો તાજા કરી અને કહ્યું કે આ ફિલ્મ માટે તેમને પ્રથમ ફિલ્મ ફેર એવોર્ડ પણ મળ્યો હતો. માધુરીએ કેટલાક ફોટો શેર કર્યા, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે તેના 28 દિવસ પછી તેમની ‘દીવાના મુઝસા નહીં’ પણ રિલીઝ થઇ હતી પરંતુ બંને સુપર સ્ટારે તે ફિલ્મનો ઉલ્લેખ પણ ન કર્યો.

તેનું કારણ એ છે કે ‘દિલ’ જેવી સુપરહિત ફિલ્મ બાદ બંને સ્ટાર બની ગયા હતા. દરેક શહેરમાં તેમના જ ગીતો વાગી રહ્યા હતા. આ વિચારીને ફિલ્મ નિર્માતાએ ‘દીવાના મુઝસા નહીં’ પણ રિલીઝ કરી દીધી હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી ન હતી અને માત્ર 1.2 કરોડ કમાઈ શકી હતી જયારે ‘દિલ’ ફિલ્મ બે કરોડ રૂપિયામાં બની હતી અને તે ફિલ્મે 20 કરોડ રૂપિયા કમાયા હતા.

Read Also

Related posts

LAC / અરુણાચલ પ્રદેશમાં તૈનાત કોણ છે સરિયા અબ્બાસી, સોશિયલ મીડિયા પર ફોટો થઈ રહ્યો છે વાયરલ

Zainul Ansari

ઠંડીની ઋતુમા બાળકોને રાખવા છે શરદી અને ઉધરસથી સુરક્ષિત, કરો આ દેશી ઓસડિયાનું સેવન અને મેળવો ફાયદા

Zainul Ansari

આર્યન ખાન ડ્રગ્સ કેસ/ સમીર વાનખેડે-એનસીપી નેતા આમને-સામને, NCB અધિકારી કથિત આરોપોને લઈને કરશે કાનૂની કાર્યવાહી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!