ગુરુવારે એક અરજીની સુનાવણી બાદ પોતાના ચુકાદામાં કહ્યું કે કોઇપણ મૃત વ્યક્તિના સ્પર્મ પર ફક્ત તેની પત્નીનો જ અધિકાર હોઇ શકે છે. હાઇ કોર્ટે મૃત વ્યક્તિના પિતાની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે મૃતકના જે સ્પર્મને દિલ્હીના સ્પર્મ બેન્કમાં સ્ટોર કરવામાં આવ્યું છે, જેના પર ફક્ત તેની વિધવા પત્નીનો જ અધિકાર છે.
માર્ચ 2020માં કરવામાં આવેલી એક અરજીમાં મૃતકના પિતાએ કહ્યું હતું કે તેના દિકરાનું સ્પર્મ દિલ્હીના સ્પર્મ બેન્કમાં સ્ટોર કરવામાં આવ્યુ છે. પિતાએ કહ્યું કે તેના દિકરાનું સ્પર્મ બેન્કમાંથી લેવાનો અધિકાર આપવામાં આવે કારણ કે જો એવું ન થાય તો એગ્રીમેન્ટના એક નિશ્વિત સમય બાદ તે સ્પર્મ બેકાર થઇ જશે.

પિતાને આવા દાવાનો અધિકાર નથી
કોર્ટમાં આ અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ સબ્યસાચી ભટ્ટાચાર્યની પીઠે કહ્યું કે અરજદાર પાસે આ પ્રકારની અનુમતિ લેવાનો કોઇ મૌલિક અધિકાર નથી. કોર્ટે કહ્યું કે મૃતકનુ સ્પર્મ દિલ્હીની સ્પર્મ બેન્કમાં સ્ટોર કરવામાં આવ્યું હતું અને તેનું મોત થઇ જતાં તેના પર સૌથી પહેલો અધિકાર તેની પત્નીનો છે.

2018માં થયુ હતું નિધન
તેની પહેલા વર્ષ 2019માં દિલ્હીની સ્પર્મ બેન્કે મૃતકના પિતાને એક પત્ર લખીને કહ્યું હતું કે જે શખ્સનું સ્પર્મ તેની પત્નીના ગર્ભાધાન માટે અહીં સ્ટોર કરવામાં આવ્યું હતુ, તેના ઉપયોગનો નિર્ણય પણ તેની પત્નીનો જ હશે. આ પત્રની વિરુદ્ધ હાઇ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે જે શખ્સે આ અપીલ કરી હતી, તેના દિકરાનું વર્ષ 2018માં નિધન થઇ ગયું હતુ.
Read Also
- શું સબ સલામત! ગુજરાતમાં ફિલ્મી ઢબે થઈ કરોડોના સોનાની લૂંટ, કારમાં સવાર શખ્સોએ બસ આંતરીને આંગડીયાના કર્મચારીઓને લૂંટ્યા
- સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!
- ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ
- ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ
- ખાસ વાંચો / રેલ્વે યાત્રીઓને મોટો ઝટકો: રેલ્વેએ ભાડામાં કર્યો વધારો, જાણો તમારા ખીસ્સા પર થશે કેટલી અસર