GSTV

ટ્રમ્પનું એરફોર્સ વન કે મોદીનું એર ઇન્ડિયા વન, કોનું પ્લેન વધુ શક્તિશાળી? અહીં જાણો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતના અહેવાલો વચ્ચે તેમનું વિશેષ વિમાન, એર ફોર્સ વન ફરી એકવાર ચર્ચામાં છે. જ્યારે વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ વિદેશી પ્રવાસ કરે ત્યારે ફ્લાઇટ દરમિયાન આકાશમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. એર ફોર્સ વન પાસે તમામ સુરક્ષા સિસ્ટમો છે જે કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવે શકે છે. જ્યારે ટ્રમ્પના એરફોર્સ વનની વાત આવે છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ વિમાન એર ઇન્ડિયા વન વિશે જાણવાનું ઉત્સુક બનશે.

એર ઈન્ડિયા વન v/s એર ફોર્સ વન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ વિમાન એર ઇન્ડિયા વન તરીકે ઓળખાય છે. તે બોઇંગ 747-400 વિમાન છે. આ વિમાનનો ઉપયોગ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાન માટે હવાઇ મુસાફરીમાં થાય છે. ત્યારે, યુએસ રાષ્ટ્રપતિનું વિશેષ વિમાન એરફોર્સ વન એ ખાસ નિર્મિત બોઇંગ 747-200બી શ્રેણીના વિમાનમાંનું એક છે.

ઉડતો કિલ્લો

એર ઇન્ડિયા વન એ એક ‘ઉડતો કિલ્લો’ છે જે આધુનિક સંચાર ઉપકરણોથી સજ્જ છે. એર ઈન્ડિયા વનનું ડિપ્લોયમેન્ટ નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર એર હેડક્વાર્ટર કમ્યુનિકેશન સ્ક્વોડ્રોનને આધિન હોય છે.

ઉડતું વ્હાઈટ હાઉસ

યુએસ રાષ્ટ્રપતિની એરફોર્સ વનનું ડિપ્લોયમેન્ટ અમેરિકન એરફોર્સને આધિન હોય છે. ટ્રમ્પના વિમાનને ‘ઉડતું વ્હાઇટ હાઉસ’ પણ માનવામાં આવે છે. વિમાનમાં આવ્યા પછી પણ યુએસ રાષ્ટ્રપતિ કોઈની પણ સાથે કનેક્ટ રહી શકે છે અને યુએસ પર હુમલો થવાની સ્થિતિમાં વિમાનનો ઉપયોગ મોબાઇલ કમાન્ડ સેન્ટર તરીકે કરી શકાય છે.

એડવાન્સ સિસ્ટમ

વડા પ્રધાનની મુલાકાત દરમિયાન એર ઇન્ડિયા વન પોતાને મિનિ પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ)માં પરિવર્તિત કરે છે. તેમાં અત્યાધુનિક કમ્યુનિકેશન માધ્યમ લાગેલા છે. એરફોર્સ વન ખૂબ જ આધુનિક અને સલામત સંચાર પ્રણાલીથી સજ્જ છે. આને કારણે, આ વિમાન અમેરિકા પર હુમલો થવાની સ્થિતિમાં મોબાઇલ કમાન્ડ સેન્ટરની જેમ કાર્ય કરે છે.

ફક્ત રાષ્ટ્રપતિ માટે સમર્પિત એર ફોર્સ વન

એર ઇન્ડિયા વનની વીવીઆઈપીનો ઉપયોગ થતો નથી, તેથી તેને સામાન્ય મુસાફરોની સેવામાં મૂકવામાં આવે છે. પરંતુ, આ સિસ્ટમ હવે ખતમ થવા જઇ રહી છે અને હવે વડા પ્રધાન માટે આવતા નવા વિશેષ વિમાનને ક્યારેય મુસાફરોની સેવામાં મૂકવામાં આવશે નહીં. બીજી તરફ, એરફોર્સ વન અમેરિકન રાષ્ટ્રપતિને સમર્પિત છે. અમેરિકન રાષ્ટ્રપતિના વિશેષ વિમાન એર ફોર્સ વન પાસે તેના કાફલામાં બે વિમાન છે. જ્યારે અન્ય સ્ટેન્ડબાય મોડમાં હોય ત્યારે એક ઉડાન ભરે છે અને વિમાન હંમેશાં થોડીવારની સૂચના પર ઉડાન માટે તૈયાર રહે છે.

Boeing 700-300er

અમેરિકન એરક્રાફ્ટ નિર્માતા કંપની બોઇંગ પોતાના ડલાસ સ્થિત પ્લાન્ટ પર ભારતીય વડા પ્રધાનના બોઇંગ 700-300ER (એક્સટેંડ રેન્જ) વિમાન બનાવી રહ્યા છે. તેમાં વિશ્વની સૌથી અદ્યતન સુરક્ષા સિસ્ટમ્સ હશે. આ વિમાનમાં મિસાઇલ સિસ્ટમ્સ અને કાઉન્ટર-મેજર ડિસ્પેન્સિંગ સિસ્ટમ્સ (સીએમડીએસ) હશે. તેમાં લાર્જ એરક્રાફ્ટ ઇન્ફ્રારેડ કાઉન્ટર મેજર્સ (એલએઆઈઆરસીએમ) સેલ્ફ પ્રોટેક્શન સ્યુટ (એસપીએસ) પણ હશે. બીજી તરફ, કેટલાક કાર્ગો વિમાન હંમેશાં એરફોર્સ વનની આગળ આગળ ચાલે છે, જેના દ્વારા ટ્રમ્પ રિમોટ લોકેશનમાં પણ કોઈપણ પ્રકારની ખામી મહેસુસ ન કરે. જોવા જઈએ તો, આ કાર્ગો વિમાન અમેરિકન રાષ્ટ્રપતિના એક એરફોર્સ વનનું રક્ષણ પણ કરે છે.

એર ફોર્સ વનને ટક્કર આપશે નવું B777-300ER

ભારતીય પ્રધાનમંત્રીના આવનારા નવા વિશેષ વિમાનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એડવાંસ ઇંટિગ્રેટેડ ડિફેંસિવ ઇલેક્ટ્રોનિક વાયરફેયર સૂટ અને મિસાઇ વોર્નિંગ સેંસર્સ પણ લાગેલાહશે. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિના વિમાનમાં જે પણ ઇલેકટ્રોનિક વસ્તુ હોય છે, તેના પર EMP એટલે કે ઇલેક્ટ્રો મેગ્નિટક પલ્સની પણ અસર થતી નથી.

26 વર્ષ બાદ બદલાશે પ્રધાનમંત્રીનું વિશેષ વિમાન

26 વર્ષથી વડા પ્રધાનના વિશેષ વિમાન તરીકે કાર્યરત એર ઇન્ડિયા વનને બદલવા માટે બોઇંગ 700 -300ER આ વર્ષે જુલાઈમાં ભારતમાં ડિલિવર થશે. ગયા વર્ષે જાન્યુઆરીમાં બોઇંગે બે 777-300ER વિમાન પણ આપ્યા હતા. અદ્યતન સુરક્ષા કવચ પૂરા પાડવા માટે બંને વિમાનને અમેરિકા પરત મોકલ્યા હતાં. હવે બંને વિમાનને યુએસએના ડલ્લાસ રાજ્યના ફોર્ટ વર્થમાં અદ્યતન સુરક્ષા સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે.

Read Also

Related posts

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan

ડ્રગ્સ કેસમાં જામીન બાદ ભારતીસિંહની પહેલી પોસ્ટ, શું નવા શોમાં જોવા મળશે ?

Karan

મોદી સરકારે આપ્યા આદેશ/ દેશમાં 1 જૂનથી લોકલ હેલ્મેટના વેચાણ પર પ્રતિબંધ, ફક્ત આ સર્ટિફિકેટવાળા હેલ્મેટને જ મંજૂરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!