GSTV
Home » News » ગાંધીજી પહેલાં ભારતીય ચલણી નોટો પર કોનો હતો ફોટોગ્રાફ, તમે જાણીને ચોંકી જશો

ગાંધીજી પહેલાં ભારતીય ચલણી નોટો પર કોનો હતો ફોટોગ્રાફ, તમે જાણીને ચોંકી જશો

વર્તમાન સમયમાં ભારતીય ચલણી નોટો પર રાષ્ટપિતા મહાત્મા ગાંધીની ફોટો છપાયેલી જોવા મળે છે. પરંતુ કાયમ માટે આવું હતું નહી. મહાત્મા ગાંધીથી પહેલા પણ ભારતીય ચલણી નોટો પર અન્યનાં ફોટો જોવા મળતા હતા. ત્યાર પછી મહાત્મા ગાંધઈનાં ફોટાને તમામ ભારતીય ચલણી નોટો પર પ્રકાશિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સવાલ છે કે ગાંધીજીથી પહેલા આપણા દેશની નોટો પર કોના ફોટો ઝ હતા? તો ચાલો જાણીએ..

ગોવાની પણ હતી પોતાની મુદ્રા

1510માં પોર્ટુગલ ભારત આવ્યા અને તેમણે ગોવા પર કબ્જો જમાવ્યો અને તેમણે રૂપિયા કરન્સીનું ચલણ ચાલું કર્યું હતું. ગોમાં પોર્ટુગલ ઈન્ડિયા નામથી નોટ છાપતા હતા. કારણકે આઝાદી પછી પણ ગોવા પોર્ટુગલનાં તાબા હેઠળ હતું. આ નોટોને ઈસ્કુડો નામ આપવામાં આવ્યું હતું. ગોવાની આ નોટો પર પોર્ટુગલનાં રાજાનાં જ્યોર્જ દ્રિતીયના નાંમથી છપાતી હતી.

હૈદરાબાદનાં નિઝામ છપાવતા હતા અલગ નોટ

હૈદરાબાદનાં નિઝામ પોતાની નોટો છપાવતા હતા. વર્ષ 1917-1918માં તેમણે આ કાર્ય કરવાનો અધિકાર મળ્યો હતો. તેઓ જે નોટ છપાવતા તેમાં પાછળની તરફ સિક્કા(Mudra)ની આકૃતિ છપાયેલી હતી.

RBIએ પ્રથમ વખત છાપી હતી તેમની તસ્વીર

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ પ્રથમ 1938 માં 5 રૂપિયાની નોટ બહાર પાડી હતી, જેના પર જ્યોર્જ VI (King George VI) છપાયો હતો.
આ પછી, ફેબ્રુઆરી 1938 માં 10 રૂપિયાની નોટ, માર્ચ 1938 માં 100 અને 1000 ની નોટો અને જૂનમાં દસ હજારની નોટો બહાર પાડવામાં આવી હતી. આ નોટો પર સર જેમ્સ ટેલર દ્વારા સહી કરવામાં આવી હતી.
કિંગ જ્યોર્જ છઠ્ઠો કોણ હતો?
જ્યોર્જ છઠ્ઠો યુનાઇટેડ કિંગડમનો રાજા હતો. તેઓ જર્મની સામે બીજા વિશ્વયુદ્ધ જીતવાના બ્રિટિશ સંકલ્પના પ્રતીક તરીકે જાણીતા છે.

આઝાદી પછીની ભારતીય ચલણી નોટ

આઝાદી પછી પ્રથમ વખત જ્યારે વર્ષ 1949માં ભારતે નોટ છાપ્યા તે સમયે જ્યોર્જVIની તસ્વીર હટાવીને ભારતૂય નોટો પર રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનો ફોટો પણ છાપવામાં આવ્યો હતો.

ભારતીય રિઝર્વ બેંક –

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) પર લોકોનો વિશ્વાસ આઝાદીની પહેલાથી જ અકબંધ છે.
ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1 એપ્રિલ, 1935 ના રોજ ભારતીય રિઝર્વ બેંક એક્ટ, 1934 ની જોગવાઈઓ મુજબ કરવામાં આવી હતી.
રિઝર્વ બેંકની સેન્ટ્રલ ઓફિસની સ્થાપના સૌ પ્રથમ કોલકાતામાં થઈ હતી, જે 1937 માં કાયમી ધોરણે મુંબઇ ખસેડાઇ હતી.
કેન્દ્રિય કાર્યાલય એ કાર્યાલય છે જ્યાં રાજ્યપાલ બેસે છે અને જ્યાં નીતિઓ નક્કી કરવામાં આવે છે.
જોકે શરૂઆતમાં તે ખાનગી માલિકીની હતી. પરંતુ 1949 માં રાષ્ટ્રીયકરણ પછી, તે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીનું બન્યું.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વટહુકમ પસાર કરવામાં સર જેમ્સ બ્રેડ ટેલરનું મહત્ત્વ હતું. તે આરબીઆઈનાં બીજાં ગવર્નર બન્યા હતા.
તેમણે જ દેશમાં ચાંદીના સિક્કાઓની પ્રથા બંધ કરીને ચલણી નોટોનું પરિભ્રમણ શરૂ કર્યું હતું. પ્રથમ વખત, તેમની સહી નોટ પર છાપવામાં આવી હતી.

નોટ સંબધિત મહત્વપૂર્ણ તથ્ય

1923માં 1, 2.1/2, 5, 10, 50, 100, 1000, 10 હજારનાં નોટ પ્રકાશિત કરવામાં આવી હતી. 1940માં 1 રૂપિયાની નોટ પ્રકાશિત કરવામાં આવી હતી. ત્યાર પછી સુરક્ષા દોરો જેવા ફિચર્સ નોટમાં જોડવામાં આવ્યા હતા. 1950 સુધી જ્યોર્જ VI સીરીઝનાં નોટો દેશમાં ચલણ તરીકે ચાલ્યા રહ્યા હતા.

READ ALSO

Related posts

આ ‘ટોટકા’ના કારણે અક્ષય કુમારે બદલી નાંખી સૂર્યવંશીના ટ્રેલરની ડેટ, હંમેશા હિટ રહ્યો છે આ ફોર્મ્યુલા

Bansari

કાળમીંઢા કોરોના વાઈરસનો જન્મ ક્યાં થયો? 605 ચામાચીડિયાને એક લેબમાં રાખવામાં આવ્યા હતા અને…

Arohi

જામિયા હિંસા કેસમાં બે વીડિયો જારી થતા વિવાદ વધુ ઘેરાયો, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ફરી વાક યુદ્ધ શરૂ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!