GSTV
Home » News » 2020માં બોલિવૂડના નામચીન કાલાકારોના ઘરે વાગશે શરણાઈના સૂર

2020માં બોલિવૂડના નામચીન કાલાકારોના ઘરે વાગશે શરણાઈના સૂર

બોલીવૂડના ઘણા કલાકારો લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ તમામના ઘરે આવતા વરસે લગ્નની શરણાઇ વાગે એવી પૂરી શક્યતા છે. અહીં એવા યુગલો વિશે જણાવામાં આવ્યું છે.
અર્જુન કપૂર-મલાયકા અરોરા
અર્જુન કપૂર અને મલાયકા અરોરાના સંબંધો જગજાહેરછે.હાલમાં જ બન્નેએ વિદેશની ધરતી પરથી પોતાની એક તસવીર પોસ્ટ કરીને પોતાના સંબંધો ઓફિશિયલ કરી નાખ્યા હતા. તેઓ હાલ વારંવાર વિદેશની સફરે સાથે જાય છે. થોડા સમય પહેલા એવી પણ વાત હતી કે, અર્જુને મલાયકાના પેરન્ટસની મુલાકાત લીધી હતી.
ત્યારે પણ આ યુગલ લગ્ન કરવાનું છે, તેવી ચર્ચા થઇ હતી. પછીથી મલાયકાએ આ વિશે કહ્યુ હતુ કે,અત્યારે અમે અમારા સંબંધોથી ખુશ છીએ, અમે હજી આગળ કાંઇ વિચાર્યું નથી. છતાં બોલીવૂડમાં ગુસપુસ છે કે, આ યુગલ ૨૦૨૦માં લગ્ન કરી લેશે.

વરુણ ધવન અને નતાશા
વરુણ ધવન અને નતાશા લાંબા સમયથીએકમેકના પ્રેમમાં છે, અને ડેટ કરીરહ્યા છે. આ યુગલના લગ્નની શરણાઇ વાગવાની તૈયારી છે.વરુણના પિતા ડેવિડ ઇચ્છે છે કે, વરુણે હવે લગ્ન કરી લેવા જોઇએ. આ યુગલે સગપણ કરી લીધી હોવાની વાત પણ ચર્ચાઇ છે. પરંતુ આને સત્તાવાર સમર્થન મળ્યું નથી. આ યુગલ ડિસેમ્બર ૨૦૧૯ થવા તો ૨૦૨૦ની શરૂઆતમાં લગ્ન કરે તેવી સંભાવના છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ
રણબીર અને આલિયાના સંબંધો ૨૦૧૮થી ચર્ચામાં છે. ફિલ્મ ‘બહ્માસ્ત્ર સેટ પર બન્નેને સાથે કામ કરતા કરતા પ્રેમ થઇ ગયો છે. ૨૦૧૮ની મધ્યમાં તો તેમણે પોતાના પ્રેમનો એકરાર પણ કરી નાખ્યો. આ કપલ હવે લગ્ન કરવાની તૈયારીમાં છે. બન્નેના પરિવારો પણ આ સંબંધ માટે રાજી છે. પરંતુ રિશી કપૂર હાલ અમેરિકામાં કેન્સરની સારવાર લઇ રહ્યો હોવાથી તે મુંબઇ પાછો ફરે તે પછી જ આ શક્ય બનશે.પરંતુ એક વાત નક્કી છે કે,આ યુગલ ૨૦૨૦માં લગ્ન કરી લેશે.
ફરહાન અખ્તર અને શિવાની દાંડેકર
ફરહાન અખ્તર પોતાની પ્રેમિકા શિવાની દાંડેકર સાથેની રોમેન્ટિક તસવીરોસોશિયલ મીડિયા પર મુકતો રહે છે. જોકે બન્નેએ પોતાના સંબંધને જાહેરમાં કબૂલ્યા નથી. મનાય છે કે, આ પ્રેમી યુગલ આવતા વરસે લગ્ન કરી લેશે.

રોહન શ્રેષ્ઠા અને શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂરનું નામ હાલમાં રોહન શ્રેષ્ઠા સાથે ચર્ચાઇ રહ્યું છે. જ્યારે ભૂતકાળમાં શ્રદ્ધા અને ફરહાન અખ્તર ગળાડૂબ પ્રેમમાં હતા. પરંતુ શ્રદ્ધાના પેરન્ટસને સંતાનોના પિતા સાથે પુત્રી પરણી એ પસંદ નહોતું. ત્યાર બાદ શ્રદ્ધાના લિન્કઅપની વાતો આદિત્ય રોય કપૂર સાથે થઇ હતી.જેનો શ્રદ્ધાએ ઇનકાર કર્યો હતો. હવે તે રોહન સાથે લગ્ન કરશે તેવું મનાઇ રહ્યું છે. શ્રદ્ધા આવતા વરસે રોહન સાથે પ્રભુતામાં પગલા માંડે તેવી પૂરી શક્યતા છે.
સુષ્મિતા સેન અને રોહમન શોલ
સુષ્મિતા સેનની કારકિર્દી બોલીવૂડમાં સમાપ્ત થઈ ચૂકી છે. તે પોતાના કરતાં વયમાં ઘણા નાના રોહનના પ્રેમમાં છે. આ યુગલ ગન્બિનધાસ્ત ફરી રહ્યું છે. તેમજ બન્નેએ પોતાના લગ્નને આગળ વધારવાનું પણ નિર્ણય લઇ લીધો છે.તેઓ ૨૦૧૯નાઅંત અથવા તો ૨૦૨૦માં લગ્ન કરે તેવી શક્યતા છે.

Read Also

Related posts

પતિ વિરાટથી દૂર થતા ભાવૂક થઈ અનુષ્કા શર્મા, કહી દીધી આટલી મોટી વાત

Ankita Trada

નેહા કક્કર સાથે બ્રેકઅપ થયા બાદ પહેલીવાર બોલ્યો હિમાંશ કોહલી-મને ખલનાયક બનાવી દીધો, તો નેહાએ પણ આપ્યો વળતો જવાબ

Mansi Patel

આ દિવસે રિલીઝ થશે ફિલ્મ ‘બંટી ઓર બબલી-2’, અભિષેક બચ્ચનની જગ્યાએ બોલીવુડના આ સ્ટાર આવશે નજર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!