વિશ્વભરમાં કોરોના મહામારી હાહાકાર મચાવ્યો છે ત્યાં બીજી બાજુ બાળકોમાં અજાણ્યા મૂળના હેપેટાઈટીસના કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ બાળકોમાં અજાણ્યા મૂળના હેપેટાઈટીસના લગભગ 170 કેસ નોંધ્યા છે, જેમાંથી ઓછામાં ઓછા એકના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. આ તમામ કેસો 1 મહિનાથી 16 વર્ષની વયના છે, જેમાં 17 બાળકો (લગભગ 10%) ને લીવર ટ્રાન્સપ્લાન્ટેશનની જરૂર હોય છે. WHOએ અહેવાલ આપ્યો છે કે 21 એપ્રિલ 2022 સુધીમાં, WHO યુરોપીયન પ્રદેશના 11 દેશો અને અમેરિકાના WHO પ્રદેશના એક દેશમાંથી અજાણ્યા મૂળના તીવ્ર હિપેટાઇટિસના ઓછામાં ઓછા 170 કેસ નોંધાયા છે.

આ મોટો દેશો ઝપેટમાં
યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લેન્ડ (યુનાઇટેડ કિંગડમ) 114, સ્પેન (13), ઇઝરાયેલ (12), યુનાઇટેડ સ્ટેટ્સ (9), ડેનમાર્ક (6), આયર્લેન્ડ (5), નેધરલેન્ડ્સ (4), ઇટાલી (4) નોર્વે (2), ફ્રાન્સ (2), રોમાનિયા (1) અને બેલ્જિયમમાં 1 કેસ છે.
ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે યુનાઇટેડ કિંગડમમાં જ્યાં કોરોના વાયરસ ચરમસીમા પર છે, ત્યાં બાળકોમાં એડેનોવાયરસ ચેપમાં વધારો થયો છે પરંતુ આમાંથી કોઈ પણ કિસ્સામાં તીવ્ર વાયરલ હેપેટાઇટિસ (હેપેટાઇટિસ વાયરસ A, B, C, D અને E ) નું કારણ બનતા સામાન્ય વાઇરસનું જાણ રહેતી નથી. ડબ્લ્યુએચઓ અનુસાર, હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે આંતરરાષ્ટ્રીય મુસાફરી અથવા અન્ય દેશોની લિંક્સને પરિબળો તરીકે ઓળખવામાં આવી નથી. સંસ્થાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે વર્તમાન પરિસ્થિતિ માટે મુસાફરી પ્રતિબંધો જરૂરી નથી.