GSTV
Home » News » 3 મહિનાના નીચલા સ્તરે જથ્થાબંધ મોંઘવારી, જાણો ડુંગળી કેટલી સસ્તી થઇ

3 મહિનાના નીચલા સ્તરે જથ્થાબંધ મોંઘવારી, જાણો ડુંગળી કેટલી સસ્તી થઇ

થોક મૂલ્ય સૂચકાંક (ડબ્લ્યૂપીઆઈ) પર આધારિત ફૂગાવો નવેમ્બરમાં ત્રણ મહિનાના નીચલા સ્તરે 4.64 ટકાએ રહ્યો. શુક્રવારે વાણિજ્ય મંત્રાલય દ્વારા ડબ્લ્યૂપીઆઈ આધારિત ફૂગાવાના આંકડા મુજબ નવેમ્બરમાં ખાદ્ય વસ્તુઓની કિંમતમાં 3.31 ટકાનો ઘટાડો થયો, જ્યારે ઓક્ટોબરમાં આ આંકડો 1.49 ટકા હતો. સાથે જ ગયા મહિને શાકભાજીની કિંમતમાં ઘટાડો થયો છે, જેમાં 26.98 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ઓક્ટોબર મહિનામાં આ ઘટાડો 18.65 ટકા હતો.

ડબ્લ્યૂપીઆઈના નીચલા સ્તરે રહેવાને કારણે શાકભાજી અને અન્ય ખાદ્ય વસ્તુઓની કિંમત નરમ રહી છે. શાકભાજી અને ખાવા-પીવાની બીજી વસ્તુઓની કિંમતમાં ઘટાડાને કારણે નવેમ્બરમાં જથ્થાબંધ ફૂગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો. નવેમ્બરમાં બટાકાની કિંમતમાં 86.45 ટકાનો વધારો થયો, જ્યારે ડુંગળી 47.60 ટકા અને કઠોળ 5.42 ટકા સસ્તુ થયું. ઓક્ટોબરમાં બટાકા 93.65 ટકા મોંઘા થયા અને ડુંગળીની કિંમતમાં 31.69 ટકાનો ઘટાડો થયો હતો.

ઈંધણની કિંમતમાં ઘટાડાથી ઘટી હતી મોંઘવારી

છેલ્લા ક્વાર્ટરમાં ઓગષ્ટમાં ફૂગાવો 4.62 ટકા રહ્યો હતો. એવામાં નવેમ્બરની 4.64 ટકા મોંઘવારી છેલ્લા ત્રણ મહિનામાં સૌથી ઓછી રહી છે. જોકે, ઓક્ટોબરમાં જથ્થાબંધ ફૂગાવો 5.28 ટકા હતો, જ્યારે છેલ્લા વર્ષે નવેમ્બરમાં આ 4.02 ટકા હતો. સરકારી આંકડા મુજબ, નવેમ્બરમાં ઈંધણ અને વિજળી શ્રેણીમાં ફૂગાવો 16.28 ટકા સર્વોચ્ચ સ્તરે રહ્યો હતો. આ ઓક્ટોબરના 18.44 ટકા ફૂગાવાના સ્તરથી ઓછો હતો. જેનું મુખ્ય કારણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો છે.

છૂટક ફૂગાવાના દરથી સીધી પ્રભાવિત થાય છે જનતા

ડબ્લ્યૂપીઆઈમાં સામેલ વસ્તુઓને અલગ-અલગ વર્ગોમાં વહેંચવામાં આવે છે. જથ્થાબંધ માર્કેટમાં આ વસ્તુઓના સમૂહની કિંમતમાં દરેક વધારાનો અંદાજ ડબ્લ્યૂપીઆઈ દ્વારા કરાય છે. કન્ઝ્યૂમર પ્રાઈઝ ઈન્ડેક્સ છૂટક મોંઘવારીનો ઈન્ડેક્સ છે. છૂટક મોંઘવારી તે દર છે, જેનાથી જનતા સીધી રીતે પ્રભાવિત થાય છે.

જે છૂટક કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેંક, પોતાની મોનેટરી પોલીસીની સમીક્ષા માટે મુખ્ય રીતે કન્ઝ્યૂમર પ્રાઇસ ઈન્ડેક્સ આધારિત ફૂગાવાના આંકડા પર વિચાર કરે છે. સારું ચોમાસું અને ખાદ્ય કિંમતોના સામાન્ય બન્યા હોવાનો હવાલો આપીને કેન્દ્રીય બેંકે ચાલુ નાણાંકીય વર્ષના બીજા ભાગમાં છૂટક ફૂગાવાનુ અનુમાન ઘટાડીને 2.7 થી 3.2 ટકા સુધી કરી દીધુ હતું.

READ ALSO

Related posts

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

વડોદરાનો અનોખો ચોર, દિવસે કરતો મજૂરી ને રાત્રે કરતો આ ખાસ પ્રકારની સાયકલની ચોરી

Nilesh Jethva

વિરાટ સાથે જ્યારે પણ મળીશ ત્યારે BCCIનાં અધ્યક્ષ તરીકે કરીશ વાત- ગાંગુલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!