GSTV
Business Trending

હાય રે મોંઘવારી! સતત નવ મહિના શાકભાજીનો ભાવ રહ્યો ડબલ ડિજિટમાં, જાણો નવેમ્બર-ડિસેમ્બરમાં કેટલો રહ્યો મોંઘવારીનો દર

ભાવ

દેશમાં ડિસેમ્બર મહિનામાં શાકભાજીના ભાવમાં ભડકો થયો હતો. એપ્રિલ 2021થી લઇને સતત નવમાં મહિના સુધી શાકભાજીના ભાવનો આંકડો બે અંકોમાં રહ્યો હતો. તો બીજી તરફ ક્રૂડ પ્રાઇસમાં તેજી જોવા મળી હતી. કોમ્કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયને જાહેર કરેલા આંકડા પ્રમાણે ડિસેમ્બર 2020ની સામે મિનરલ ઓઇલ,બેસિક મેટલ્સ,ક્રૂડ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, કેમિકલ અને કેમિકલ પ્રોડક્ટ,ફૂડ પ્રોડક્ટ,ટેક્સટાઇલ,પેપર અને પેપર પ્રોડક્ટ સહિતની વસ્તુઓના ભાવ ડિસેમ્બર 2021માં વધુ જોવા મળ્યા હતા.સાથો સાથ ખાવાપીવાની વસ્તુઓના ભાવ વધારાને લઇ સામાન્ય નાગરિક કમર તૂટી ગઇ હતી. ડિસેમ્બર 2021માં કન્ઝૂમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત મોંઘવારી દર 5.59 ટકા પર પહોંચ્યો હતો.જે નવેમ્બરમાં 4.91 ટકા હતો.

ભાવ

વાર્ષિક ધોરણે ભાવમાં વધારાના કારણે ફુગાવાનો દર ઊંચો

WPI ફુગાવો સતત નવમા મહિને ડબલ ડિજિટમાં રહ્યો હતો અને વર્ષ-દર-વર્ષના ધોરણે ઊંચો રહ્યો હતો. આ અંગે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ખનિજ તેલ, બેસિક મેટલ, ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, કેમિકલ અને રાસાયણિક ઉત્પાદનો, ખાદ્ય ઉત્પાદનો, કાપડ અને કાગળના ઉત્પાદનો વગેરેની કિંમતોમાં વધારાને કારણે દરમાં વધારો થયો છે.’

ભાવ

જો કે, નવેમ્બર 2021 ની તુલનામાં, ઉત્પાદિત વસ્તુઓનો ફુગાવો ગયા મહિને 11.92 ટકાથી ઘટીને 10.62 ટકા થયો હતો, જ્યારે ઇંધણ અને પાવર બાસ્કેટનો ફુગાવો 39.81 થી ઘટીને 32.30 ટકા થયો હતો. તેનાથી વિપરીત, ખાદ્ય ચીજોની ફુગાવામાં તીવ્ર વધારો થયો હતો. ખાદ્ય ચીજોનો ફુગાવો નવેમ્બર 2021માં 4.88 ટકાથી વધીને ડિસેમ્બરમાં 9.56 ટકા થયો હતો. આ સમયગાળા દરમિયાન શાકભાજીના ભાવમાં વધારો (ફુગાવો) 3.91 ટકાથી વધીને 31.56 ટકા થયો છે.

Read Also

Related posts

તૂટેલા ફોનને નથી છોડી રહ્યો પ્રખ્યાત ફૂટબોલર, પૂછ્યું તો આપ્યો દિલ જીતી લે તેવો જવાબ

GSTV Web Desk

13 રાજ્યોમાં સર્જાઈ શકે છે વીજસંકટ, 3 રાજ્યોની 27 વીજ વિતરણ કંપનીઓ પર લાગ્યો પ્રતિબંધ

Zainul Ansari

બોયકોટ વિવાદ વચ્ચે સલમાનની આગામી ફિલ્મ ‘ભાઈજાન’નો ફર્સ્ટ લૂક વાયરલ, એક્ટરે શેર કરી તસવીર

Hemal Vegda
GSTV