GSTV
Home » News » રિટેલ પછી જ્થ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો પણ વધ્યો : જાન્યુઆરીમાં શાકભાજીના ભાવ 52.72 ટકા

રિટેલ પછી જ્થ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો પણ વધ્યો : જાન્યુઆરીમાં શાકભાજીના ભાવ 52.72 ટકા

રિટેલ ફુગાવા પછી જથ્થાબંધ ફુગાવો પણ વધીને આવ્યો છે. જાન્યુઆરી, 2020માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 3.1 ટકા રહ્યો છે. ડુંગળી અને બટાકાના ભાવ વધવાના કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બર, 2019માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો 2.59 ટકા હતો.

હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(ડબ્લ્યુપીઆઇ) આધારિત આ ફુગાવો જાન્યુઆરી, 2019માં 2.76 ટકા હતો. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જાન્યુઆરી, 2020માં ખાદ્યાન્ન ફુગાવો 11.51 ટકા હતો. જ્યારે બિન ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 7.8 ટકા નોંધવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2019માં ખાદ્યાન્ન ફુગાવો 2.41 ટકા જ્યારે બિન ખાદ્ય વસ્તુઓનો ફુગાવો 2.32 ટકા હતો. જાન્યુઆરી, 2020માં શાકભાજીના ભાવમાં 52.72 ટકાનો વધારો થયો છે. ડુંગળીના ભાવમાં 293 ટકાનો વધારો થયો હતો. જ્યારે બટાકાના ભાવમાં 37.34 ટકાનો વધારો થયો હતો.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ રિટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. જાન્યુઆરી, 2020માં રિટેલ ફુગાવો વધીને 7.59 ટકા રહ્યો છે. જે 6 વર્ષની ઉચ્ચ સપાટી છે. આરબીઆઇ ગયા સપ્તાહમાં જારી કરેલી નાણાકીય નીતિની સમીક્ષામાં વ્યાજ દરમાં કોઇ ઘટાડો કર્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સતત વધી રહેલા ફુગાવાને કારણે જ આરબીઆઇએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો ન હતો.

READ ALSO

Related posts

દક્ષિણ કોરિયાએ કોરોનાના 70 નવા કેસોની કરી પુષ્ટી, આંકડો 763એ પહોંચ્યો

Arohi

વિશ્વમાં ભારતની ઈમેજ ખરડાશે : ટ્રમ્પની હાજરી સમયે હિંસા બેકાબૂ : 7નાં મોત, 56 ઘાયલ

Arohi

અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, આજે 21 હજાર કરોડનો રક્ષા સોદો થશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!