GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

ખાવા-પીવાનો સામાન મોંઘો થવાને કારણે નવેમ્બર મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધી

મોંઘવારીએ ફરી માથું ઉંચક્યું છે અને સામાન્ય લોકોના ખિસ્સા ઉપર તગડો બોજ પડ્યો છે. આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જથ્થાબંધ ભાવાંક એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI)ની રીતે મોંઘવારી દર નવેમ્બરમાં વધીને 0.58 ટકાના સ્તરે પહોંચ્યો છે. જેનું કારણે શાકભાજી-કઠોળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવમાં કમરતોડ વધારો છે. નોંધનિય છે કે, ગત સપ્તાહે ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ ઇન્ફ્લેશન ત્રણ વર્ષની ઊંચી સપાટીએ આવ્યો છે. જ્યારે ઓક્ટોબરમાં જથ્થાબંધ મોંઘવારી દર 0.16 ટકા હતો.

નવેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન વધીને 11 ટકા આવ્યો છે જે નવેમ્બરમાં 9.8 ટકા હતો. નોન ફૂડ ઇન્ફ્લેશન ઘટ્યો છે અને તે ઓક્ટોબરના 2.35 ટકાથી ઘટીને 1.93 ટકા રહ્યો છે. મેન્યુફેક્ચર્ડ ચીજવસ્તુઓનો મોંઘવારી દર નવેમ્બરમાં 0.84 ટકા ઘટ્યો છે.   નોંધનિય છે કે છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમવાર જથ્થાબંદ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો છે, જે ઓક્ટોબરમાં 0.16 ટકા, સપ્ટેમ્બરમાં 0.33 ટકા અને ઓગસ્ટમાં 1.17 ટકા હતો. વાર્ષિક તુલનાએ ગત વર્ષે નવેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી 4.47 ટકાના ઊંચા સ્તરે હતો.

ઉલ્લેખનિય છે કે, ડુંગળી-કઠોળ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઉછાળાને કારણે રિટેલ મોંઘવારી દર નવેમ્બરમાં વધીને 5.54 ટકાના સ્તરે પહોંચી ગયો છે જે છેલ્લા ત્રણ વર્ષનો સૌથી ઊંચો મોંઘવારી દર છે. જ્યારે ગત ઓક્ટોબર મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.62 ટકા અને નવેમ્બર 2018માં 2.33 ટકા નોંધાયો હતો.

READ ALSO

Related posts

MCIનો મોટો નિર્ણય, પાકિસ્તાના હેઠળના કાશ્મીર અને લદ્દાખની મેડિકલ ડિગ્રી ઉપર ભારતમાં પ્રતિબંધ

Mansi Patel

મોદીના મત ક્ષેત્રમાં સ્વાસ્થ્ય કર્મીઓની હાલત કફોડી, આપી રહ્યા છે સામૂહિક રીતે રાજીનામા

Pravin Makwana

સઉદી અરબની માંફી માંગવા જશે પાકિસ્તાન આર્મી ચીફ બાજવા, કુરૈશીના નિવેદનથી સંબંધોમાં ચિંતા વધી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!