GSTV
Gujarat Government Advertisement

બટાટાં સહિત શાકભાજીના જથ્થાબંધ ભાવમાં ફૂગાવો વધ્યો, 8 મહિનાની ટોચે પહોંચ્યો મોંઘવારી દર

Last Updated on November 16, 2020 by Karan

દેશમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક (ડબલ્યુપીઆઈ) ફુગાવો આઠ મહિનાની ટોચ પર પહોંચી ગયો છે. ડબલ્યુપીઆઈ આધારિત ફુગાવાનો દર ઓક્ટોબરમાં 1.48 ટકા હતો, જ્યારે કે સપ્ટેમ્બરમાં 1.32 ટકા હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો માત્ર 0 ટકા હતો. બટાટા સહિતના શાકભાજીના વધતા ભાવો અને ઉત્પાદિત ચીજવસ્તુઓએ જથ્થાબંધ ભાવોમાં વધારો થયો છે. બટાટાના ભાવમાં 107 ટકાનો વધારો થયો છે. અગાઉ રિટેલ ફુગાવાના આંકડા પણ ચિંતાજનક સ્તરે હતા.

ઓક્ટોબરમાં ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થયો હતો

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ જથ્થાબંધ ભાવાંક ઇન્ડેક્સ આધારિત ફુગાવો ઓક્ટોબરમાં સતત ત્રીજા મહિનામાં વધીને 1.48 ટકા થયો છે. ફેબ્રુઆરી પછીનો આ જથ્થાબંધ ફુગાવાનો આંકડો છે. આ આંકડો ઓગસ્ટમાં 0.16 ટકા હતો, જુલાઈમાં નેગેટીવ 0.58 ટકા અને જૂનમાં 1.81 ટકા નકારાત્મક રહ્યો હતો. જો કે, ઓક્ટોબરમાં ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થયો હતો, જ્યારે આ દરમિયાન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનો મોંઘા થયા છે. ઓક્ટોબરમાં ખાદ્ય ફુગાવાનો દર ઘટીને 6.37 ટકા થયો છે. સપ્ટેમ્બરમાં તે 8.17 ટકા હતો.

ઇંધણ અને વીજળીના ભાવમાં 10.95 ટકાનો ઘટાડો થયો

ઓક્ટોબરમાં શાકભાજી અને બટાટાના ભાવમાં અનુક્રમે 25.23 ટકાનો અને 107.70 ટકાનો વધારો થયો છે. બિન-ખાદ્ય ચીજોની કિંમતોમાં 2.85 ટકાનો અને ખનિજોમાં 9.11 ટકાનો વધારો થયો છે. ઓક્ટોબરમાં પ્રોડક્ટશનમાં 2.12 ટકા વધુ મોંઘા થયા છે. સપ્ટેમ્બરમાં કિંમતોમાં 1.61 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, ઇંધણ અને વીજળીના ભાવમાં 10.95 ટકાનો ઘટાડો થયો છે. ગયા અઠવાડિયે જારી કરાયેલા આંકડા મુજબ, કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ આધારિત રિટેલ ફુગાવા ઓક્ટોબરમાં 7.61 ટકા થયો છે.

છૂટક ફુગાવો પણ ચિંતાજનક

નોંધપાત્ર વાત એ છે કે આ પહેલા ઓક્ટોબર મહિનામાં છૂટક ફુગાવાના સંદર્ભમાં મોટો આંચકો લાગ્યો છે. ખાદ્ય ચીજો, મુખ્યત્વે શાકભાજી અને ઇંડાના ઊંચા ભાવને લીધે ગત મહિને છૂટક ફુગાવો વધીને7.61 ટકા થઈ ગઈ છે. રીટેઈલ મોંઘવારીનું આ સ્તર લગભગ સાડા છ વર્ષ ઊંચો છે. અગાઉ, મે 2014 માં રિટેલ ફુગાવાનો ઉચ્ચતમ સ્તર નોંધવામાં આવ્યો હતો, જે 8.33 ટકા હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt

રશિયામાં ઉજવાયો વિશ્વયુદ્ધ વિજય દિવસ, 76 વર્ષ પહેલા જર્મની સામે મેળવી હતી ઐતિહાસિક જીત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!