GSTV
Home » News » ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.16 ટકા, 3.5 વર્ષની નીચલી સપાટી

ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 0.16 ટકા, 3.5 વર્ષની નીચલી સપાટી

ઓક્ટોબર જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને 0.16 ટકા રહ્યો છે. જે સાડા ત્રણ વર્ષની નીચલી સપાટી છે. મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવ ઘટવાને કારણે ઓક્ટોબરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવામાં ઘટાડો થયો છે તેમ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ અગાઉ જૂન, 2016માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ(ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો માઇનસ 0.1 ટકા હતો. સપ્ટેમ્બર, 2019માં ડબ્લ્યુપીઆઇ આધારિત ફુગાવો 0.33 ટકા હતો. જ્યારે ઓક્ટોબર, 2018માં આ ફુગાવો 5.54 ટકા હતો.

ઓક્ટોબર મહિનામાં શાકભાજીના ભાવમાં 38.91 ટકાનો વધારો થયો હતો. જ્યારે સપ્ટેમ્બરમાં શાકભાજીના ભાવમાં 19.43 ટકાનો વધારો થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જથ્થાબંધ ભાવ દર્શાવે છે કે હજુ પણ મેન્યુફેકચરિંગ, મેટલ અને કેમિકલ વસ્તુઓની માગ ખૂબ જ ઓછી છે. ડબ્લ્યુપીઆઇ આધારિત ફુગાવામાં ઘટાડો અને આિર્થક વિકાસ ઓછો રહેતા આરબીઆઇ વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રીટેલ ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં. ગઇકાલે જાહેર કરાયેલા આંકડા મુજબ ઓક્ટોબરમાં રીટેલ ફુગાવો 4.62 ટકા રહ્યો હતો જ 16 મહિનાની સૌથી ઉંચી સપાટી દર્શાવે છે.

READ ALSO

Related posts

વિકસીત ગુજરાતની વરવી વાસ્તવિક્તા, મધ્યાહન ભોજનમાં રાશન બંધ થતા બાળકોને ભુખ્યા રહેવાનો વારો આવ્યો

Nilesh Jethva

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!