GSTV
Home » News » મોંઘવારીમાં પિસાઇ રહેલા દેશના આમ આદમીને ફરી એક વખત લાગશે ઝટકો, થયો આ દરમાં વધારો

મોંઘવારીમાં પિસાઇ રહેલા દેશના આમ આદમીને ફરી એક વખત લાગશે ઝટકો, થયો આ દરમાં વધારો

મોંઘવારીમાં પિસાઇ રહેલા દેશના આમ આદમીને ફરી એક વખત ઝટકો લાગ્યો છે. છૂટક મોંઘવારી દરમાં વધારો થયા બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ વધારો થયો છે. સરકાર દ્વારા જથ્થાબંધ મૂલ્યના ઇન્ડેક્સ આધારિત ફૂગાવાના સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ જાન્યુઆરી મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 3.1 ટકા થઇ ગયો છે. વર્ષ 2019માં આ જ સમયગાળામાં જથ્થાબંધ મૂલ્ય આધારિત ફૂગાવો 2.76 ટકા હતો. તો ડિસેમ્બર-2019માં આ દર 2.59 ટકા હતો.

ડુંગળી અને બટાટા જેવી ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો થયો છે. મહત્વનું છે કે નવેમ્બરમાં આ દર 0.58 પર હતો. જ્યારે કે ઓક્ટોબરમાં 0.16, સપ્ટેમ્બરમાં 0.33 અને ઓગસ્ટમાં 1.17 ટકા હતો. મતલબ કે છેલ્લા ત્રણ મહિનાથી તેમાં સતત વધારો થઇ રહ્યો છે. આ દરમ્યાન બિન ખાદ્ય-વસ્તુઓની કિંમતોમાં વધારો ડિસેમ્બરમાં 2.32 ટકાથી લગભગ ત્રણ ગણો વધીને 7.8 ટકા થઇ ગયો.

READ ALSO

Related posts

કંગના બની શિવભક્ત, તમિલનાડૂના રામેશ્વરમ મંદિરમાં ભક્તિમાં લીન થઈ અભિનેત્રી

Pravin Makwana

India vs New Zealand: પ્રથમ ટેસ્ટમાં હાર માટે કોહલી જવાબદાર, આ દિગ્ગજ ખેલાડીએ લગાવ્યા ગંભીર આરોપ

Pravin Makwana

US દુતાવાસે મેલેનિયા ટ્રમ્પની દિલ્હીની સરકારી સ્કૂલોની મુલાકાતને લઈને આપ્યું મહત્વનું નિવેદન, કેજરીવાલ સાથે અમને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!