રિટેલ બાદ જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ થયો વધારો, તોડ્યો ગયા વર્ષનો રેકોર્ડ

wholesale inflation

છૂટક બાદ જથ્થાબંધ મોંઘવાદી દરમાં પણ વધારો થયો છે. જેણે ગયા વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો છે. ફ્યુઅલ, વિજળી અને પ્રાથમિક વસ્તુઓની કિંમતો વધવાથી ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 2.93 ટકા પર પહોંચી ગયો. ગુરૂવારે જાહેર કરેલા સરકારી આંકડામાં તેની માહિતી આપવામાં આવી.

જથ્થાબંધ મૂલ્ય ઈન્ડેક્સ આધારીત મોંઘવારી દર જાન્યુઆરીમાં 2.76 ટકા હતો. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આ 2.74 ટકા હતો.

બટાકા, ડુંગળી અને દૂધના ભાવ વધ્યા

આંકડા મુજબ, પ્રાથમિક વસ્તુઓનો મોંઘવાદી દર જાન્યુઆરીના 3.54 ટકાની સરખામણીમાં ફેબ્રુઆરીમાં વધીને 4.84 ટકા પર પહોંચી ગયો. પ્રાથમિક વસ્તુઓમાં બટાકા, ડુંગળી, ફળ અને દૂધ જેવા રસોઈના આવશ્યક સામાનનો સમાવેશ થાય છે.

રિટેલ મોંઘવારી દરમાં થયો હતો વધારો

ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી દર વધીને 2.57 ટકા પર પહોંચી ગયો. જાન્યુઆરીમાં આ 1.97 ટકા હતો. ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર જાન્યુઆરીમાં ઘટીને 1.7 ટકા થયો હતો. એક વર્ષ પહેલા સામાન મહીનામાં આ 7.5 ટકા હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter