ગુજરાતના આ શહેરમાં રોજ અડધો કલાક ફ્રી અપાઈ રહ્યું છે ઇન્ટરનેટ, ડાઉનલોડ કરો આ એપ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે રોજ અડધો કલાક સુધી મફત વાઇ-ફાઇની સુવિધાનો પ્રારંભ થયો છે. રોજ ૧૦૦ એમબી ઇન્ટરનેટ સેવા મફત મળી રહી છે. જોકે સમગ્ર શહેરમાં આ સુવિધાને આવરી લેવા હજી દોઢ-બે વર્ષ થશે.

અત્યાર સુધીમાં પીપીપી ધોરણે ૬૨ પોલ ઊભા કરાયા

વાઇ-ફાઇની સુવિધા માટે સ્માર્ટ ઇન્ટેલિજન્ટ પોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં પીપીપી ધોરણે ૬૨ પોલ ઊભા કરાયા છે. જેમાંથી ૫૦ વાઇફાઇ સુવિધા ઉપલબ્ધ છે. એક પોલ ૫૦ થી ૧૦૦ ચો.મી. વિસ્તારને આવરી શકે છે. એટલે કે હજી શહેરના માંડ આઠ ટકા વિસ્તારનો સમાવેશ થયો છે. આવા ૨૨૦ ઇન્ટેલિજન્ટ પોલ ઊભા કરવામાં આવશે.

બે દિવસમાં ચાર હજાર લોકોએ તે ડાઉન લોડ કરી

આ પોલ દ્વારા પબ્લિક વાઇફાઇ ઉપરાંત સ્માર્ટ બિલ બોર્ડસ, સીસીટીવી કેમેરા, એનવાયર્નમેન્ટલ સેન્સર્સ વગેરેની જોગવાઇ રહેશે. ૫૦ પોલનું હજી ગઇકાલે લોકાર્પણ કરાયું છે. દરમિયાન કોર્પો.ની માય વડોદરા એપ પણ શરૂ કરાઇ છે. જેમાં બે દિવસમાં ચાર હજાર લોકોએ તે ડાઉન લોડ કરી છે. આ મોબાઇલ એપથી શહેરીજનો કોર્પોરેશનને લગતી ફરિયાદો પણ કરી શકે છે. આજે કોર્પો.ને ૧૩૦ ફરિયાદો આ એપથી મળી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter