મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આરોપ મૂક્યો છે કે ભારતીય જનતા પાર્ટીનો ઉદ્દેશ શિવસેનાને સમાપ્ત કરવાનો છે, કારણ કે તે હિંદુ મતો અન્ય સાથે વહેચવા માગતો નથી. ઉદ્ધવ ઠાકરેએ નગરસેવકોને ઑનલાઈન સંબોધન કર્યું હતું.

તેમાં તેમણે કહ્યું કે શિવસેનાને પોતાના જ લોકોએ દગો દીધો છે. તમારામાંથી ઘણાં બધા લોકો વિધાનસભાની ટિકિટના ઈચ્છુક હતા. તમારા બદલે જેમને ટિકિટ આપવામાં આવી તેમણે બળવો કર્યો છે. તેઓ તમારી મહેનતથી જીત્યા છે તેમ છતાં અસંતુષ્ટ છે, તેની સામે તમે મુશ્કેલ સમયમાં પણ પાર્ટીની સાથે ઊભા છો. મેં એકનાથ શિંદેને ગઠબંધનના સહયોગીઓ સાથે સંબંધિત ફરિયાદો જોવાનું કામ સોંપ્યું હતું. તેમણે મને કહ્યું ધારાસભ્યોનું દબાણ છે કે શિવસેનાએ ભાજપ સાથે હાથ મિલાવી લેવો જોઈએ. મેં તેમને કહ્યું ધારાસભ્યોને લઈને મારી પાસે આવો, આપણે ચર્ચા કરીએ.
તેમણે કહ્યું, ભાજપે આપણી સાથે ગેરવર્તન કર્યું અને અનેક વચન નિભાવ્યા નથી. અનેક બળવાખોરો સામે કેસ દર્જ કરવામાં આવેલા છે. જો તેઓ ભાજપ સાથે જશે તો રાતોરાત પવિત્ર બની જશે. જો તેઓ આપણી સાથે રહેશે તો તેમને જેલ જવું પડશે. શું આ જ છે મિત્રતાની નિશાની?

શિવસેના પ્રમુખે એકનાથ શિન્દે પર નિશાન સાધતા કહ્યું કે જો શિવસેનાનો કોઈ કાર્યકર મુખ્યમંત્રી બનતો હોય તો તમારે સો ટકા ભાજપ સાથે ગઠબંધન કરવું જોઈએ, પણ જો તમે ઉપમુખ્યમંત્રી બનવા માટે ભાજપ સાથે જઈ રહ્યા છો તો તમારે મને કહેવાની જરૂર હતી, હું તમને ઉપમુખ્યમંત્રી બનાવી દેત. જો શિવસેનાના કાર્યકરોને એમ લાગતું હોય કે હું શિવસેનાનું નેતૃત્વ કરવા સમર્થ નથી તો હું રાજીનામુ આપવા તૈયાર છું.
Read Also
- કૃષ્ણ જન્માષ્ટમી/ 18 કે પછી 19 ઓગસ્ટમાંથી ક્યા દિવસે જન્માષ્ટમીની ઉજવણી કરવી? જ્યોતિષીઓ પાસેથી જાણો યોગ્ય તારીખ, મૂહુર્ત અને પૂજા વિધિ
- મર્ડરનો Live વીડિયો/ ભરબજારમાં ખેલાયો ખૂની ખેલ: છરીના અનેક ઘા મારીને યુવકની કરી હત્યા, આ વીડિયો જોઇને હલી જશો
- Viral Video : પિતા બાળકને પટ્ટા પર બાંધી રહ્યા હતા, વીડિયો જોઈને લોકોએ કહ્યું- માણસનું બાળક છે કૂતરાનું નથી
- Viral Video : સરકારી સ્કૂલોમાં શિક્ષકોને આ માટે અપાય છે તોતિંગ પગાર, જુઓ સાહેબ આવ્યા અને કપડાં કાઢીને સૂઈ ગયા
- વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી