GSTV
Home » News » જેણે મોદીને વિજય અપાવ્યો હતો તે ફરી એક વખત નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવી શકશે ?

જેણે મોદીને વિજય અપાવ્યો હતો તે ફરી એક વખત નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવી શકશે ?

ચૂંટણીની રણનીતિ ઘડવામાં માહેર ગણાતા પ્રશાંત કિશોર ફરી એક વખત વર્ષ 2020માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં જેડીયુ માટે રણનીતિ ઘડે તેવી શક્યતા છે. લાંબા સમય બાદ ઝારખંડમાં મુખ્યપ્રધાન નીતિશકુમાર અને પ્રશાંત કિશોર એકસાથે જોવા મળતા અટકળો તેજ બની છે.

બિહાર જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વશિષ્ઠ નારાયણ સિંહના જણાવ્યા મુજબ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર જેડીયુ માટે ચૂંટણી રણનીતિ ઘડી શકે છે. પ્રશાંત કિશોર જેડીયુના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે.

જ્યારે સમગ્ર પાર્ટી ચૂંટણીની રણનીતિ ઘડશે તો સ્વાભાવિક પણે પ્રશાંત કિશોર પણ તેમાં સામેલ હોય જ. મહત્વનું છે કે પ્રશાંત કિશોરે વર્ષ 2015ની વિધાનસભા ચૂંટણીમાં મહાગઠબંધનને જીત અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

READ ALSO

Related posts

64 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 8 Pro, આ છે તેના ફિચર્સ

pratik shah

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!