GSTV
Home » News » જે ચૈન્નઈનો આ રેકોર્ડ તોડશે, તે જ IPL જીતશે

જે ચૈન્નઈનો આ રેકોર્ડ તોડશે, તે જ IPL જીતશે

આઈપીએલ 2018. બે વર્ષ બાદ ચૈન્નઈની ટીમ ચૈન્નઈ સુપરકિંગ્સે જીતી હતી. કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની બાજી મારી ગયો હતો. આઈપીએલની સૌથી વૃદ્ધ ટીમ તરીકે આ ટીમને ચીડવવામાં આવતી હતી અને એ જ ટીમ મેદાન મારી ગઈ. વૃદ્ધોની ટીમ એટલે ધોની, વોટસન, બ્રાવો, રૈના, હરભજન જેવા તગડા પણ સિનિયર ખેલાડીઓ. આ ટીમે આઈપીએલ 2018માં એટલી સિક્સર મારી કે અગાઉની દસ આઈપીએલના રેકોર્ડ કકડભૂસ થઈ ગયા હતા.

ચૈન્નઈના ખેલાડીઓએ આઈપીએલમાં 145 સિક્સરો મારી. કોઈ પણ આઈપીએલમાં કોઈ પણ ટીમ દ્વારા લગાવવામાં આવેલી આ સૌથી વધુ સિક્સરો છે. સિક્સર મારવાના મામલામાં બીજા નંબર પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર છે. જેણે 2016ની આઈપીએલમાં 142 સિક્સ મારી હતી. ત્રીજા નંબર પર કોલકત્તા નાઈટ રાઈડર્સ જેણે 2018ની સિઝનમાં 130 સિક્સો મારી હતી. ચોથા નંબર પર કિંગ્સ ઈલેવન પંજાબ જેણે 2014ની આઈપીએલમાં 127 સિક્સરો મારી હતી. પાંચમાં નંબર પર મુંબઈ ઈન્ડિયન્સે 120 સિક્સરો મારી હતી.

ચેમ્પિયન ચૈન્નઈ

ચૈન્નઈએ ગત્ત આઈપીએલ શા માટે જીતી ? જેનું સૌથી મોટું કારણ સિક્સરો પણ છે. જે ટીમ સૌથી વધારે સિક્સર મારે તે જીત હાંસિલ કરે. કારણ કે આઈપીએલ ટીચૂક ટીચૂકની નહીં સિક્સરોની ગેમ છે. લાંબી સિક્સ, ઓછા બોલ અને મોટો સ્કોર, ધોનીની જ વાત કરવામાં આવે તો તેણે ગત્ત સિઝનમાં 30 છગ્ગા લગાવ્યા હતા. જેથી ચૈન્નઈની ટીમ સિક્સર મારવામાં ઉસ્તાદ છે. જો કોઈ ટીમને જીત મેળવવી હશે તો તેમે ચૈન્નઈ કરતાં વધારે સિક્સરો મારવી પડશે. ઉપરથી ચૈન્નઈની ટીમને હરાવવા માટે પણ સિક્સરો તો જોશે જ.

READ ALSO

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva