GSTV

વિશ્વભરમાં શરૂ થયેલ રસીકરણ વચ્ચે WHOની ચેતવણી, કોરોનાનો બીજો તબક્કો વધુ અઘરો હશે

દુનિયાને હવે કોરોનાથી થોડી રાહત મળવાની આશા છે. એક રીતે કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક દેશોમાં રસીકરણનું કામ શરૂ થઈ ગયુ છે. ભારતમાં પણ 16 જાન્યુઆરી એટલે કે બે દિવસ બાદથી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ જશે. દેશના વિભિન્ન શહેરોમાં વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે.

કોરોના

પરંતુ આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ચેતવણી આપતા કહ્યુ છે કે કોરોના મહામારીનો બીજો કાર્યકાળ પહેલા વર્ષની સરખામણીએ વધુ અઘરો હોઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના કાર્યકારી દિગ્દર્શક માઈકલ રેયાનનું કહેવુ છે કે કોરોના મહામારીનું બીજુ વર્ષ ટ્રાન્સમિશન ડાયનામિક્સ પર પહેલાની તુલનામાં વધારે અઘરૂ થઈ શકે છે.

WHO

માઈકલ રેયાને એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે અમે બીજા વર્ષમાં જઈ રહ્યા છીએ. જે ટ્રાન્સમિશન ડાયનામિક્સ અને કેટલાક મુદ્દાને જોતા વધુ અઘરૂ વર્ષ સાબિત થઈ શકે છે. જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચને કોવિડ-19 ના કહેરને મહામારી જાહેર કરી હતી. અત્યાર સુધી દુનિયામાં 9.21 કરોડ લોકો આ વાઈરસની ચપેટમાં આવી ચૂક્યા છે અને 19.7 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Russiaએ ભારત સહિત 4 દેશોની ઉડાનો પર લગાવેલાં પ્રતિબંધો હટાવ્યા, 27 જાન્યુઆરીથી શરૂ થશે ફ્લાઈટ

Mansi Patel

શું તમારી કાર ઓછી માઈલેજ આપે છે? તો જાણો આ મહત્વની બાબતો

Mansi Patel

દિલ્હીમાં Corona Vaccine લાગ્યા બાદ 51 લોકોમાં દેખાઈ Side Effect, એકની તબિયત વધારે બગડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!