GSTV
Home » News » કોણ જીતશે 2019ની ચૂંટણી? પેટ્રોલ પંપ પર મળી શકે છે જવાબ

કોણ જીતશે 2019ની ચૂંટણી? પેટ્રોલ પંપ પર મળી શકે છે જવાબ

શું તમને ખબર છે કે તમારી પાસે હાજર પેટ્રોલ પંપ તમને 2019 ચૂંટણીના પરીણામો વિશે જવાબ જણાવી શકે છે? 2014માં યૂપીએ સરકાર પેટ્રોલની વધતી કિંમતોને પગલે ચૂંટણી હારી ગઈ હતી. હવે, 5 વર્ષ બાદ એનડીએ પણ આ સ્થિતિમાં આવી સ્થિર થઇ ગઇ છે. યૂપીએ સરકારના છેલ્લા બે વર્ષમાં જે રીતે પેટ્રોલની કિંમતો આકાશને આંબી ગઈ હતી, તે જ રીતે એનડીએના શાસનકાળના છેલ્લા બે વર્ષમાં પણ આ સ્થિતિ ફરીથી જોવા મળી રહી છે.

મુંબઈમાં મે, 2012માં પેટ્રોલની કિંમત 78.57 રૂપિયા હતી અને સપ્ટેમ્બર, 2013માં આ કિંમત 83.62 રૂપિયા પર પહોંચી ગઈ. જોકે, 2014માં યૂપીએની હાર માટે બીજા ઘણા કારણ હતાં, જેમાં મોદી લહેરનો પણ સમાવેશ થાય છે. પરંતુ ઈંધણની કિંમતો પર નિયંત્રણ ના રાખવાનુ પણ એક મુખ્ય કારણમાંથી એક હતું.

હવે એનડીએ સરકાર પણ સાણસામાં આવી ગઈ છે. મુંબઈમાં 3 ઓક્ટોબર, 2017ના રોજ પેટ્રોલના ભાવ 79.99 રૂપિયા હતાં, જ્યારે 2018માં દરેક રેકોર્ડ તોડીને 4 ઓક્ટોબરે પેટ્રોલના ભાવ સર્વોચ્ચ સ્તરે 91.34 રૂપિયા પર પહોંચી ગયો. જોકે, હવે કિંમતો મધ્યમ થઈ છે અને પેટ્રોલની કિંમત લીટર દીઠ 78 રૂપિયા છે. છેલ્લા 1 મહિનાથી રીટેલના ભાવ વધી ગયા છે અને જો OPECની ઉત્પાદન ક્ષમતામાં પણ કાતર ફરી છે, તો આવનારા મહિનામાં ફરી એક વખત પેટ્રોલની કિંમતો વધી શકે છે.

આઈએએનએસના એક રીપોર્ટમાં એક અધિકારીના હવાલા પરથી કહેવામાં આવ્યું, ‘યૂપીએ અને એનડીએ સરકારના શાસનકાળમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોની તુલના ફક્ત રીટેલ કિંમતોના આધારે ના હોવી જોઈએ. જેની કિંમતો સરકાર દ્વારા ગ્રાહકો પર પડતી અસરને ઘટાડવા માટે અપનાવવામાં આવેલી નીતિઓના આધારે જોવી જોઈએ. અહીં વાત પ્રયત્ની થાય છે, જેની હાલમાં એનડીએ સરકારમાં ઉણપ દેખાઈ રહી છે.

યૂપીએ સરકારના છેલ્લા બે વર્ષ (2013-2014)માં પેટ્રોલની કિંમતો એટલા માટે વધી કારણકે દેશમાં ક્રૂડ ઑઈલના ભાવ ખૂબ ઉચ્ચ સ્તરે 107.97 અને 105.52 ડૉલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતાં. ચાલુ વર્ષમાં 1 લીટર પેટ્રોલ પર અંદાજે 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી જ્યારે 1 લીટર ડીઝલ પર 11 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી કપાતી હતી. જેના પરથી જાણવા મળે છે કે ઉંચા ક્રૂડની કિંમતો છતાં, યૂપીએએ વધારે સબસિડી અને ઓછી ડ્યૂટી દ્વારા રીટેલ કિંમતોને સારી પદ્ધતિથી ગોઠવણ કરી હતી.

હવે વાત કરીએ એનડીએ સરકારના સમયની તો સ્પષ્ટ થાય છે કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ઉંચી એક્સાઈઝ ડ્યૂટી લગાવીને પોતાના રેવન્યૂને મેન્ટેન કરવા પર ધ્યાન આપ્યું છે. આ બંને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર ગયા ઓક્ટોબરમાં લીટર દીઠ 1.50 રૂપિયાના હિસાબે તે સમયે ઓછી થઈ, જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર પહોંચવાના હતાં.

3 ઓક્ટોબર, 2017માં મુબઈમાં પેટ્રોલની કિંમત 79.99 રૂપિયા પહોંચી હતી, જ્યારે દેશમાં નાણાંકીય વર્ષ 2018માં ક્રૂડ ઑઈલની સરેરાશ કિંમત 56.43 ડૉલર હતી. જ્યારે મુંબઈમાં 4 ઓક્ટોબરે પેટ્રોલની કિંમત 91.34 રૂપિયે પહોંચી ત્યારે ઓક્ટોબરમાં ક્રૂડ ઑઈલની કિંમત 80.08 ડોલર હતી.

એનડીએ સરકારે 2014, નવેમ્બર અને જાન્યુઆરી, 2016ની વચ્ચે પેટ્રોલ અને ડીઝલ પર 9 વખત એક્સાઈઝ ડ્યૂટી વધારી. કારણકે એક્સાઈઝ કલેક્શનને વધારી શકાય. નાણાંકીય વર્ષ 2014માં જ્યાં આંકડો 99,184 કરોડ હતો, તો નાણાંકીય વર્ષ 2017માં આ 2,42,691 કરોડ પહોંચી ગયો. નાણાંકીય વર્ષ 2018માં પણ લગભગ આ આંકડો રહ્યો. 2017 અને 2018માં ફક્ત બે વખત ડ્યૂટીમાં ઘટાડો થયો.

Related posts

ઓટો ઉદ્યોગ બાદ ટેકસટાઇલ ઉદ્યોગ પર મંદીનું સંકટ,વૈશ્વિક બજારમાં ભારતીય કોટન યાર્નને ફટકો

Path Shah

બંધ થઇ જશે SBIના ATM કાર્ડ, રૂપિયા ઉપાડવા માટે કરવું પડશે આ કામ

Bansari

‘મંદીનું સંકટ’: ઓટો બાદ સ્પિનિંગ સેક્ટરમાં પણ મંદી, અનેક લોકો બેરોજગાર થવાની શક્યતા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!