GSTV
Home » News » જાણો કેટલી સંપત્તિ છોડીને ગયા અટલજી, કોણ હશે હકદાર?

જાણો કેટલી સંપત્તિ છોડીને ગયા અટલજી, કોણ હશે હકદાર?

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હવે આ દુનિયામાં રહ્યાં નથી. તેમણે એમ્સમાં ગુરૂવારે 5.05 કલાકે અંતિમ શ્વાસ લીધા હતાં. 93 વર્ષિય વાજપેયી લાંબા સમયથી બિમાર હતાં અને 2009થી તેઓ વ્હીલચેર પર બેસીને જીવન ગાળતા હતાં. તેમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી શિક્ષક હતા અને માતા કૃષ્ણા દેવી ઘરકામ કરતા હતાં.

અટલજીના પરીવારમાં તેમના માતા-પિતા સિવાય ત્રણ મોટા ભાઈ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમ બિહારી વાજપેયી અને ત્રણ બહેનો હતી. તેમણે પ્રારંભિક શિક્ષણ સરસ્વતી શિક્ષા મંદિર, બાડામાં મેળવ્યું હતું. આ સિવાય અટલજીના ગ્વાલિયરમાં ઘણા સંબંધીઓ છે. જેમાં ભત્રીજી ક્રાંતિ મિશ્રા અને ભત્રીજી કરૂણા શુક્લા છે. તો ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભત્રીજા સાંસદ અનુપ મિશ્રા છે.

જોકે, અટલ બિહારી વાજપેયી આજીવન અવિવાહિત રહ્યાં. પરંતુ 1998માં જ્યારે તેઓ 7, રેસકોર્સ રોડમાં રહેવા પહોંચ્યા તો તેની મિત્ર રાજકુમારી કૌલની પુત્રી અને તેમની દત્તક પુત્રી નમિતા અને તેના પતિ રંજન ભટ્ટાચાર્યનો પરિવાર પણ સાથે રહેવા આવ્યો. રાજકુમારી કૌલ અંગે જણાવવામાં આવે છે કે જ્યારે અટલ વડાપ્રધાન હતા ત્યારે કૌલ વાજપેયીના ઘરની સભ્ય હતી. તેમના નિધન બાદ વાજપેયીના રહેઠાણ પર જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી તેમાં પણ તેમને વાજપેયીના ઘરના સભ્ય તરીકે સંબોધિત કરવામાં આવ્યા હતાં.

વર્ષ 2004ની લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી તરફથી જમા કરેલા શપથ પત્ર અનુસાર અટલના નામે કુલ જંગમ સંપત્તિ 30,99,232.41 રૂપિયા હતી. તો પૂર્વ વડાપ્રધાન હોવાથી માસિક 20,000 રૂપિયા પેન્શન અને સેક્રેટરીયલ સહાયતા સાથે 6000 રૂપિયા કાર્યાલયનો ખર્ચ પણ મળતો હતો.

અટલજીની સ્થાવર સંપત્તિ

વર્ષ 2004ના શપથ પત્ર અનુસાર તેમના નામ પર દિલ્હીના ઈસ્ટ ઑફ કૈલાશમાં ફ્લેટ નં0 509 છે. જેની 2004માં કિંમત 22 લાખ રૂપિયા હતી. તો અટલજીના પૈતૃક નિવાસ સ્થાન શિંદેની છાવની કમલ સિંહના બાગની 2004ના સમય મુજબ કિંમત 6 લાખ રૂપિયા હતી. આમ, 2004ના શપથ પત્ર મુજબ અટલજીની કુલ સ્થાવર સંપત્તિ 28,00,000 રૂપિયા હતી.

હજી અટલજીનુ વિલ સામે આવ્યુ નથી. પરંતુ વર્ષ 2005માં સંશોધિત હિન્દૂ ઉત્તરાધિકાર કાયદા મુજબ આ સંપત્તિ તેમની દત્તક પુત્રી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્યને મળવાની આશા છે.

Related posts

આડેધડ વિટામિન્સની ગોળીઓ લેવી પડશે ભારે, થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બિમારી

Bansari

કોઇપણ કામમાં અડચણો આવતી હોય તો ધારણ કરી લો આ રત્ન, જાણો તેની ખાસિયત

Bansari

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!