GSTV
India News ટોપ સ્ટોરી

બૂસ્ટર ડોઝ/ કોને ક્યારે મળશે કોરોનાનો કયો પ્રિકોશન ડોઝ અને કેવી રીતે બુક થશે સ્લોટ? એક ક્લિકે જાણો

ડોઝ

દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ આપી શકાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. માહિતી અનુસાર, 18 વર્ષથી વધુ ઉંમરના લોકો ખાનગી રસીકરણ કેન્દ્રોની મુલાકાત લઈને કોરોનાનો બૂસ્ટર ડોઝ લઈ શકશે. વધુમાં, સરકારી રસીકરણ કેન્દ્રો દ્વારા પ્રથમ અને બીજા ડોઝ માટે તેમજ હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશન ડોઝ માટે મફત રસીકરણ કાર્યક્રમ ચાલુ રહેશે અને તેમાં તેજી લાવવામાં આવશે.

18 વર્ષથી વધુ ઉંમરના લોકો જેમણે કોરોનાનો બીજો ડોઝ લીધો છે અને તેને 9 મહિનાથી વધુ સમય થઈ ગયો છે તેઓ બૂસ્ટર ડોઝ લઈ શકે છે. દેશમાં કોરોના સામે રસીકરણ અભિયાન મોટા પાયે ચાલી રહ્યું છે. 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકો માટે પણ રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

ડોઝ

કોરોનાના વધતા કેસોથી ચિંતિત, કેન્દ્રએ પાંચ રાજ્યોને એલર્ટ કર્યા, 10 એપ્રિલથી 18 વર્ષથી ઉપરના લોકો માટે બૂસ્ટર ડોઝ શરૂ

રિપોર્ટ અનુસાર, બૂસ્ટર ડોઝ લેનારાઓને તેમના પ્રથમ બે ડોઝ જેવી જ રસી આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિને કોવિશિલ્ડના બે ડોઝ આપવામાં આવ્યા હોય, તો ત્રીજો ડોઝ પણ કોવિશિલ્ડ જ હશે.

ત્રીજો ડોઝ મફત નહીં મળે

18 વર્ષથી ઉપરની વસ્તી માટે પ્રિકોશન ડોઝ ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ રહેશે. આવી સ્થિતિમાં, પ્રિકોશન ડોઝ લેનાર વ્યક્તિએ તેની કિંમત ચૂકવવી પડશે. ખાનગી કેન્દ્રો ટૂંક સમયમાં તેની કિંમતો વિશે માહિતી આપશે અને તે CoWin પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સરકારી રસીકરણ કેન્દ્રો પર ત્રીજો ડોઝ મફતમાં મેળવી શકે છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું છે કે કોવિશિલ્ડ બૂસ્ટર ડોઝની કિંમત 600 રૂપિયા હશે અને તેની કિંમત ટેક્સ સહિત થોડી વધારે હોઈ શકે છે.

ડોઝ

થઈ શકે છે ઓફલાઈન અને ઓનલાઈન રજીસ્ટ્રેશન

જ્યારે બૂસ્ટર ડોઝનો સમય આવે, ત્યારે પાત્ર લાભાર્થીને CoWin પ્લેટફોર્મ દ્વારા SMS મોકલીને ડોઝ વિશે યાદ અપાવવામાં આવશે. પાત્ર લાભાર્થીઓ બૂસ્ટર ડોઝ માટે ઓનલાઈન અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પાત્ર લાભાર્થીઓ CoWin અથવા આરોગ્ય સેતુ એપ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. જેઓ CoWin પર સ્લોટ બુક કરવા માંગતા નથી તેઓ ખાનગી રસીકરણ કેન્દ્રોની પણ મુલાકાત લઈ શકે છે.

Read Also

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV