ભાજપને મળેલી ઐતિહાસીક જીત પછી હવે એ વાતની ચર્ચા થવા લાગી છે કે, આગામી સપ્તાહમાં નરેન્દ્ર મોદીના શપથ પછી તેમના પ્રધાનમંડળમાં કોણ કોણ સામેલ થઈ શકે છે. તેમાં સૌથી ચર્ચિત નામ ગાંધીનગરથી વધુ મતોથી જીતનાર ભાજપ અધ્યક્ષ અમિત શાહનું છે. અમિત શાહને કોઈ મહત્ત્વનું મંત્રાલય આપવામાં આવે તેવી પણ શક્યતા છે. અમિત શાહ ઉપરાંત પુરુષોતમ રૂપાલા, મનસુખ માંડવિયા જશવંતસિંહ ભાભોર અને પરબત પટેલના નામ પણ મંત્રીમંડળના કેન્ડિડેટ માટે ચર્ચામાં છે.

પીએમ મોદીની બીજી ટર્મમાં ફરી મેન ઓફ ધ મેચ જેવી કામગીરી કરીને અમિત શાહ જ્યારે પહેલીવાર લોકસભામાં જઇ રહ્યા છે. ત્યારે તેમને કઇ જવાબદારી સોંપાશે તેના વિશે અટકળો તેજ બની છે. અમિત શાહને કેન્દ્રીય કેબિનેટમાં વિદેશ પ્રધાન અથવા તો ગૃહપ્રધાન બનાવાય એવી શક્યતા છે. પોલિટિકલ ડિપ્લોમસીમાં અમિત શાહ હોંશિયાર ગણાય છે, તેથી ગૃહ અથવા વિદેશ ખાતાની જવાબદારી સોંપાય એવી શક્યતા છે. આ ઉપરાંત મોદી સરકારની બીજી ટર્મમાં સુરક્ષા મામલે પ્રધાનમંડળની સમિતિ એટલે કે સીએસએસમાં સામેલ થઈ શકે છે. નોંધનીય છે કે, આ સમિતિમાં વડાપ્રધાન ઉપરાત સંરક્ષણ, ગૃહ, વિદેશ અને નાણા વિભાગના ચાર અગ્રણી પ્રધાનો સામેલ હોય છે. એટલે શાહ આ ચારમાંથી કોઈ એક વિભાગના પ્રધાન બની શકે છે.

રાફેલ પર કૌભાંડના આરોપ દરમિયાન સફળતાથી મંત્રાલય સંભાળનાર નિર્મલા સીતારમણને ફરીથી સંરક્ષણ મંત્રાલય જ મળશે. બીજી બાજુ સરકાર માટે સંકટ મોચનની ભૂમિકા ભજવનાર રેલવે પ્રધાન પિયૂષ ગોયલને પણ આ વખતે વધારે મહત્વનું મંત્રાલય મળી શકે છે. મોદી સરકારમાં હાલ અરૂણ જેટલીનું સ્વાસ્થય પણ ચિંતાનો વિષય છે. તેથી તેઓ ભાજપ મુખ્યાલયમાં વિજય મહોત્સવમાં હાજર રહી શક્યા ન હતા. ત્રણ અઠવાડિયાથી તેઓ ઓફિસ પણ જઇ શકતા નથી અને હજુ લંડન વધુ સારવાર માટે લઇ જવા છે. આથી એ ચિંતા છે કે, શું તબિયતને ધ્યાનમાં રાખીને તેઓ નાણા મંત્રાલય સંભાળી શકેશે કે કેમ?

વિદેશ પ્રધાન રહેલા સુષમા સ્વરાજ આ વર્ષે સ્વેચ્છાએ લોકસભા ચૂંટણી લડ્યા નથી. સુષમા સ્વરાજ રાજ્યસભાન પણ સભ્ય નથી. કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ અમેઠીમાં રાહુલ ગાંધી સામે ઐતિહાસિક જીત મેળવી છે. તેથી તેનું ઈનામ તેમને મળી શકે છે. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ પણ વર્ષો સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા પછી પહેલીવાર લોકસભા પહોંચ્યા છે. અને પ્રધાનપદનો તેમને વહીવટી અનુભવ પણ છે, આથી તેમનો પણ કેબિનેટમાં સમાવેશ થશે.
READ ALSO
- જ્વેલર્સે સાઉદી અરબ અને કતારના શાહી પરિવારોની અંગત માહિતી બચાવવા આપી 59 કરોડની ખંડણી
- દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ
- નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ
- LPG price hike: ગેસ સિલિન્ડરના વધતા ભાવે લોકોને રડાવ્યા, ફરીથી ચૂલા પર રાંધવા મજબુર
- સુરત / નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાયા, પ્રિ-મોન્સૂન કામગીરીની ખુલી પોલ