GSTV
Home » News » કોણ બનશે નવા નાણાં મંત્રી? શું પિયુષ ગોયલને મળી શકે છે આ પદ!

કોણ બનશે નવા નાણાં મંત્રી? શું પિયુષ ગોયલને મળી શકે છે આ પદ!

નરેન્દ્ર મોદી ગુરુવારે પ્રધાનમંત્રી પદ માટે શપથ લેશે. ત્યારે તેમના મંત્રી મંડળની તસવીર ઘીમેધીમે સામે આવવા લાગી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાછળની સરકારના નાણાં મંત્રી અરુણ જેટલીએ પત્ર લખીને વિનંતી કરી છે કે તેમને નવી કેબિનેટમાં મંત્રી બનાવવામાં ન આવે કારણ કે તેમની તબિયત સારી રહેતી નથી.

ત્યારે રાજનૈતિકમાં ચર્ચા થવા લાગી કે નવા નાણાં મંત્રી કોણ હશે? શું પહેલાની જેમ પિયુષ ગોયલ જ આ પદ સંભાળશે કે એક વાર ફરી મોદી બધાને સ્તબ્ધ કરી દેશે. નવા નાણાં મંત્રીમાં પિયુષ ગોયલનું નામ એટલા માટે સામે આવે છે કેમકે અરુણ જેટલીની પહેલા તબિયત બગડી હતી ત્યારે તેમણે જ આ પદ સંભાળ્યું હતું. પિયુષ ગોયલે જ મોદી સરકારનું છેલ્લું બજેટ બહાર પાડ્યું હતું. માટે તેમનું નામ આ રેસમાં પહેલાં છે. પિયુષ ગોયલનું નામ ભલે આગળ હોય પરંતુ નક્કી નથી થયું. એવામાં એક નામ સામે આવ્યું છે તે અમિત શાહનું છે. નાણાં મંત્રીના પદ માટે સરકારના બીજા નંબરના સ્થાન પર છે.

હવે અમિત શાહ સરકારનો હિસ્સો બનશે તો તે નાણાં મંત્રાલય અથવા ગૃહ મંત્રાલય સંભાળશે. ત્રીજું નામ ચર્ચામાં છે તે નિર્મલા સીતારમણ. જોકે અત્યારે રક્ષા મંત્રાલય સંભાળે છે, પણ જો તેમની પાસેથી મંત્રાલય બદલવામાં આવે તો તેમને નાણાં મંત્રી બનાવી શકે. આ પહેલા તેમણે કાર્યાલયમાં કોર્પોરેટ મંત્રાલય પણ સંભાળ્યું છે. મોદી ગુરુવારે શપથ લેશે અને ત્યારબાદ કાર્યભારની વહેંચણી થશે. ત્યારે અરુણ જેટલી એ ટ્વિટર પર એક ચિઠ્ઠી લખી છે.

તેણે મોદીને ચિઠ્ઠિમાં વિનંતી કરી છે કે તેમને મંત્રી બનાવવાનો વિચાર ન કરે. જેટલીએ તેના પત્રમાં લખ્યું છે કે છેલ્લા 18 મહિનાથી તેમની તબિયત ખરાબ છે એવામાં તે આ જવાબદારી નહીં સંભાળી શકે. એટલા માટે તેમને મંત્રી બનાવાનો કોઈ વિચાર ના કરે. નરેન્દ્ર મોદી ગુરુવારે સાંજે 7 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી પદના શપથ લેશે. તેમની સાથે કેબિનેટ પણ શપથ લેશે. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે. આ સમારોહમાં 6500 મહેમાન સામેલ થઈ શકે છે.

Read Also

Related posts

ગેસ સિલિન્ડર સાથે 50 લાખનો વીમો મળે છે એકદમ ફ્રી, એક ક્લિકે જાણો સમગ્ર પ્રક્રિયા

Bansari

સીઝફાયરનું ઉલ્લંઘન કરી ભારતીય ચોકીને પાકિસ્તાને બનાવી નિશાન, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

Arohi

પ્રિયંકા ગાંધીના ધરણા પર ભાજપે આપ્યો જવાબ, ‘કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!