GSTV

IPL 2020: જાણો IPL રમવા ગયેલી મુંબઈ ઇન્ડિયન્સ સાથે કોણ-કોણ ગયું હતું!

Last Updated on November 24, 2020 by Ankita Trada

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ તો હવે સમાપ્ત થઈ ગઈ છે અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમે આ વખતે પણ તેનું ટાઈટલ જીતી લીધું હતું પરંતુ ચેમ્પિયન ટીમ વિશે ઘણી રસપ્રદ બાબતો બહાર આવી રહી છે. કોરોના વાયરસને કારણે આ વખતની આઇપીએલ ભારતને બદલે યુનાઇટેડ આરબ અમિરાતમાં રમાઈ હતી. આ સંજોગોમાં વધારે સુરક્ષા જાળવવી પડે તેમ હતી. કોઈ ખેલાડી કે અધિકારીને કોરોના લાગી જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું.

ઇન્ડિયન્સની ટીમ સાથે 150 વ્યક્તિ હતા

એવામાં મુંબઈ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝીએ તેના તમામ ખેલાડીની તમામ પ્રકારની સવલતો સચવાઈ જાય તે માટે વિશેષ પગલા લીધા હતા. સામાન્ય રીતે કોઈ ટીમની સાથે 15 કે 20 ખેલાડી ઉપરાંત કોચ, આસિસ્ટન્ટ કોચ, મસાજર,ફિઝિયો, ડૉક્ટર, વીડિયો એનાલિસ્ટ સહિત લગભગ 40 વ્યક્તિનું દળ જતું હોય છે, પરંતુ ઓગસ્ટથી નવેમ્બર સુધી અમિરાતમાં રોકાયેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાથે 150 વ્યક્તિ હતા.

રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે આરામથી પ્રેક્ટિસ કરતા હતા

મુંબઈની ટીમના સફળ બેટ્સમેન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સ અન્ય તમામ કરતાં એક ડગલું આગળ છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે અમે રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે આરામથી પ્રેક્ટિસ કરતા હતા. એટલું જ નહીં આવી ખરાબ હાલતમાં પણ અમારા બોલર પૂરા રન અપ સાથે બોલિંગ કરી શકતા હતા કેમ કે મેદાન પર અદભૂત રીતે ટેન્ટ કવર કરી દેવાયા હતા અને અમે ટર્ફ વિકેટ પર પ્રેક્ટિસ કરતા હતા.

ભોજનમાં સમસ્યા નડતી હોય છે

દુબઈમાં અમારી સાથે તમામ પ્રકારનો સ્ટાફ હતો. ત્યાં અમને ઘર જેવું લાગતું હતું કેમ કહીને યાદવે ઉમેર્યું હતું કે ઘણી વાર તમને ભોજનમાં સમસ્યા નડતી હોય છે, પરંતુ અમારા સાથે એવા કૂક હતા જે અમે કહીએ તે બનાવી આપતા હતા. અમને ઘરની દાળ કે ચીકન જે જોઇએ તે મળતું હતું. ટીમ રૂમ એવી જગ્યા હતી જ્યાં તમે ક્રિકેટ સિવાય બાકીની તમામ બાબતો એન્જોય કરી શકતા હતા.

પાણીપૂરીની મજા પણ માણી શકતા હતા

અન્ય ટીમમાં ખેલાડીની પત્નીને પણ પ્રવેશ ન હતો ત્યારે અહીં તો બાળકોને પણ લાવવા દેવામાં આવ્યા હતા. ટીમ રૂમમાં દર બીજા દિવસે ચાટ કોર્નર રહેતો હતો જ્યાં તમે પાણીપૂરીની મજા પણ માણી શકતા હતા. સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે ટીમ રૂમમાં અમે બધા મળતા ત્યારે એમ લાગતું હતું કે અહીં મેળો ભરાયો હોય. અમે તમામની બર્થ ડે પણ મનાવી હતી. ક્રિકેટ ઉપરાંત આ વખતે અમને દુબઈ ઘર જેવું લાગ્યું હતું અને અત્યારે હાલત એવી છે કે અગાઉ અમે ઘરને મિસ કરતા હતા પરંતુ આ વખતે વતન પરત ફર્યા બાદ અમે દુબઈ મિસ કરી રહ્યા છીએ.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!