ધૃતરાષ્ટ્રે પોતાના બાહુબળથી ભીમની જગ્યાએ જે મૂર્તિને તોડી હતી, તે મૂર્તિ હતી કોની ?

મહાભારત અનુસાર ભીમ વાયુદેવનો પુત્ર હતો. ભીમને હથિયારો સાથે મારવો એ દેવતાઓ માટે પણ અસંભવ કાર્ય લાગતું હતું. ત્યારે કોઇ માનવ તેને મારી શકે તે તો સંભવી જ ન શકે. પણ મહાભારતના યુદ્ધમાં એક એવો વ્યક્તિ પણ હતો જે ભીમને કોઇ પણ હથિયાર વિના આસાનીથી મારી શકતો હતો. અને એ વ્યક્તિના હાથમાં દસ હજાર હાથીઓનું બળ હતું.

ભગવાન વિષ્ણુના એક અવતારનો તે પુત્ર હતો. અને મહાભારતનું સૌથી શક્તિશાળી પાત્ર ગણી શકો તો એ પણ હતું. જોકે તેણે યુદ્ધમાં ભાગ નહોતો લીધો. એ એટલો શક્તિશાળી હતો કે ભીષ્મ અને દ્રોણ તેની આજ્ઞા માનતા હતા અને મહર્ષિ વેદવ્યાસના અંશમાંથી તેનો જન્મ થયો હતો.

જ્યારે ભીમે દુર્યોધન સહિત ધૃતરાષ્ટ્રના સો પુત્રોને મારી નાખ્યા હતા. ત્યારે ધૃતરાષ્ટ્ર રોષે ભરાયા હતા. યુદ્ધ સમાપ્ત થઇ ગયું ત્યારે ધૃતરાષ્ટ્રે સૌને આશિર્વાદ આપ્યા. ભીમે તેમની સામે કૌરવોની મૃત્યું માટે ક્ષમા માંગી. ધૃતરાષ્ટ્રે ભીમને ક્ષમા આપવાનું કાર્ય કર્યું અને કહ્યું, ‘આવ મારા ગળે લાગી જા.’ જેનો અર્થ ધૃતરાષ્ટ્ર પોતાનું સમસ્ત બળ વાપરી ભીમને મારી નાખવા માગતા હતા. તેમનો તમામ ક્રોધ તે ઠાલવવા માગતા હતા. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને ઇશારાથી ના પાડી.

ભીમ તરફથી ધૃતરાષ્ટ્રની સામે ભીમની જ સોનાની મૃર્તિ આપવામાં આવી. જેના પર દુર્યોધન યુદ્ધનો અભ્યાસ કરતો હતો. ધૃતરાષ્ટ્રે એ પ્રતિમાને પોતાના બંન્ને હાથે પકડી લીધી અને તેને તોડી નાખી. જ્યારે તે મીણની કોઇ પ્રતિમા હોય. શ્રીકૃષ્ણના કારણે ભીમના પ્રાણ બચી ગયા અન્યથા ભીમની મૃત્યુ એ સમયે નિશ્ચિત હતી. એટલે કે સમય પર ધુર્યોધન ભીમની જે પ્રતિમા પર યુદ્ધાઅભ્યાસ કરતો હતો એ જ ભીમને તેની રક્ષા માટે કામ આવી. 

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter