GSTV
Bollywood Entertainment Trending

24 વર્ષીય ગલી બોય ફેમ રેપર એમસી ટોડ ફોડનું નિધન, રેપરના જીવનની સંઘર્ષ ભરી કહાણી

ફિલ્મ ગલી બોય જેમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહની એક્ટીંગ, ડાયલોંગ્સ અને ખાસ કરીને રૈપ સોન્ગએ લોકોનું દિલ જીત્યુ હતુ. પણ તમને ખબર છે, દરેક પર્દા પાછળ એક હિરો છુપાયેલો છે, મોટી મોટી સ્ક્રિન પર તમે ફિલ્મ સ્ટારને જોવો છો, તેમના ડાયલોન્ગસ તેમના સોન્ગને પસંદ કરો છો પણ આ સ્ક્રિપ્ટ લખવાનું કામ કોઇ બીજું કરે છે. તેજ રીતે ફિલ્મ ગલી બોય જેના માટે ઓળખાઇ તે રૈપ સોન્ગ ગાનાર અને ફિલ્મ ગલી બોયથી પ્રખ્યાત થનાર ધર્મેશ પરમારનું નિધન થઇ ગયુ. જેથી તેમના ફેન્સ આઘાતમાં છે.

ધર્મેશ પરમાર MC Tod Fod તરીકે જાણીતા હતા, તેમનું નિધન કેમનું થયુ તે હજી સુધી જાણી શકાયુ નથી. માત્ર 24 વર્ષની ઉંમરમા જ્યાં યુવાનો પોતાના સપનાં સાકાર કરવા માટે મહેનત કરતાં હોય છે, મુંબઇના ચૉલમાંથી નીકળીને મોટા સ્ટાર્સ સાથે કામ કરનાર ધર્મેશે પૂરુ કર્યું પણ જીવનમાં કાલે શું થશે તે કોને ખબર હોય છે?

જીંદગી એક સફર હૈ

એક ગરીબ પરિવારમાં જન્મેલા ધર્મેશ પરમાર ઉર્ફ એમસી તોડ ફોડે પોતાના જીવનમાં ઘણું સ્ટ્રગલ કર્યું હતુ. પૈસા માટે માણસ શું નથી કરતો? પૈસા કમાવવા માટે તે રાજનીતિક રેલિઓમાં પણ ભાગ લેતા હતા. ગુજરાતનો આ છોકરો મુંબઇ બેસ્ડ હિપ-હૉપ સ્વદેશી ગૃપના મેમ્બર હતો. તે મુંબઇના દાદરમાં હેતો હતો. એમસી તોડ ફોડ બૉલિવૂડના જુના ગીતો અને ભજન તેમજ ભીમ સોન્ગ સાંભલીને તે મોટા થયા હતા.

ગલી બોય બાળપણમાં આંબેડકર જયંતી પર પોતાના ગલીમાં એક પાવરફુલ કાર્યક્રમ રાખતા હતા, અનેક ગેમ રમ્યા બાદ બાળકો માટે ડ્રોઇંગ કોમ્પિટ્શન, ગીત અને ડાન્સની પ્રતિયોગિતા પણ રાખવામાં આવતી હતી. જેમાં તે પણ પાર્ટ લેતા હતા અને ધામધુમથી બાબા ભીમ રાવ આંબેડકર જયંતિની ઉજવણી કરતા હતા.

ધર્મેશ પરમારે આપેલા એક ઇન્ટરવ્યુહમાં જણાવ્યુ હતુ કે, તેના બાળપણની કોઇ યાદગાર ક્ષણ હોય તો તે કઇ હશે? પોતાના બાળપણનાં કિસ્સા શેર કરતાં MC કહ્યું હતુ કે, 4 રૂપિયામાં એક સાઇકલ ભાડા પર લઇને તેને 4 કલાક ચલાવવાની મજા આવતી હતી. માવલી અને સ્વદેશી ગૃપને મળ્યા બાદ MCને રૈપ સોન્ગ વિશે જાણકારી મળી હતી. જે બાદ તે VH1 ના વીડિયો જોઇને દુનિયાભરનાં મ્યુઝિક અને રૈપ સોન્ગની માહિતી મેળવી. 2013 માં સ્વદેશી ગૃપ સાથે જોડાયા બાદ MC  એ ઘણાં મોટા આર્ટીસ્ટ સાથે પરફોર્મ કર્યું અને ઘણું શીખ્યા હતા. The Warli Revolt  એક પોપ્યુલર સોન્ગ હતુ.

READ ALSO:

Related posts

પંજાબ / મુખ્યમંત્રી માન સહિત એક મંત્રી પર માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Hardik Hingu

રાજસ્થાન / ગેહલોત-પાયલોટના ઘમાસાણ વચ્ચે પીએમ મોદીએ મોડા પડવા બદલ માફી માંગી, ‘હું ફરી આવીશ’

Hardik Hingu

સ્વચ્છ સર્વેક્ષણ 2022 / સતત છઠ્ઠી વાર ઈન્દોરે સ્વચ્છ શહેરમાં મારી બાજી, શહેરીજનોએ મીઠાઈ વેચી- ફટાકડા ફોડી કરી ઉજવણી

Hardik Hingu
GSTV