GSTV
Home » News » કૌન બનેગા કરોડપતિ સ્પર્ધા જે શો પરથી થઈ તૈયાર તે અમેરિકન શો થયો બંધ

કૌન બનેગા કરોડપતિ સ્પર્ધા જે શો પરથી થઈ તૈયાર તે અમેરિકન શો થયો બંધ

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની કૌન બનેગા કરોડપતિ સ્પર્ધા જે કાર્યક્રમ પરથી તૈયાર થઇ હતી એ અમેરિકી ટીવી શો વ્હૂ વોન્ટ્સ ટુ બી મિલિયોનેરનો ધી એન્ડ આવ્યો હતો. છેલ્લા બે દાયકાથી આ પ્રોગ્રામ સતત અમેરિકી ટીવી પર થતો રહ્યો હતો અને પ્રચંડ લોકપ્રિયતાને વર્યો હતો.

૨૦૦૨માં પહેલીવાર શરૃ થયેલો આ પ્રોગ્રામ સતત સત્તર વર્ષ સુધી ચાલતો રહ્યો હતો અને એની લોકપ્રિયતામાં જરાય ઓછપ આવી નહોતી.ઔઆ પ્રોગ્રામ અમેરિકન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (એબીસી) ચેનલ પરથી પ્રસારિત થતો હતો. આ ચેનલના પ્રવક્તાએ જાહેર કર્યા મુજબ હવે આ પ્રોગ્રામનો ધી એન્ડ આવ્યો છે અને ૨૦૧૯-૨૦ના વર્ષમાં આ પ્રોગ્રામ ટેલિકાસ્ટ નહીં થાય.

૧૯૯૯માં પહેલીવાર આ શો એબીસીના પ્રાઇમ ટાઇમ સ્લોટમાં રજૂ થયો અને એને એવી જબરદસ્ત લોકપ્રિયતા સાંપડી કે ૨૦૦૨ સુધી સતત ચાલતો રહ્યો. એના હોસ્ટ હતા રેજિસ ફિલબિન. ૨૦૦૨થી આ શોનું સંચાલન મેરેડિથ લુઇસ વીયેરા કરતાં હતાં. ૨૦૧૩ સુધી મેરેડિથ કરતાં રહ્યાં અને એમના સંચાલનમાં પણ આ શો સુપરહિટ રહ્યો. ત્યારબાદ ટેરી ક્રૂઝ અને ક્રીસ હેરિસન આ શોના એન્કર રહ્યા. હવે શોનો અંત આવ્યો છે.

READ ALSO

Related posts

તો બાબુ બોખીરિયા સામે ફોજદારી ગુનો દાખલ થઈ શકે છે, દિનુ બોઘા બાદ ભાજપના બીજા કદાવર નેતા ભરાયા

Nilesh Jethva

દેશમાં જૂન મહિનાનો જથ્થાબંધ ફુગાવો 2 વર્ષની નીચી સપાટીએ, મોંધવારીમાં માત્ર 2.02%નો વધારો

Mansi Patel

‘પતિ પત્ની ઔર વો’માં કાર્તિકનો નવો લુક થયો વાયરલ, રબને બના દી જોડીની અપાવી યાદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!