GSTV

જો આપણે નહી સુધરીએ તો લાશોના ઢગલા થઇ જશે, WHO એ અમેરિકાને રોકડું પરખાવ્યું

Last Updated on April 9, 2020 by Mansi Patel

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવા આરોપ લગાવ્યા છે કે WHO  બેદરકાર છે અને તે ચીન પ્રત્યે ખાસ ધ્યાન આપી રહ્યું છે. આ મામલે WHO ના ડાયરકેટરે પણ વળતો કડક ભાષામાં જવાબ આપ્યો છે. WHO એ કહ્યું છે કે, કોરોના વાયરસને લઈને અત્યારે રાજનીતી ન કરવી જોઈએ. અત્યારે ભેગા મળીને લડવાનો સમય છે. જો આપણે નહી સુધરીએ તો લાશોના ઢગલા થઇ જશે. આ સમયે કોરોના સામેની લડાઈમાં ચીન અને અમેરિકાએ સાથે મળીને કામ કરવું જોઈએ. WHO ના ડાયરેક્ટર જનરલ ટેડરોસે સંગઠનનો બચાવ કરતાં કહ્યું કે, નવા વર્ષે જેવી  વાયરસ વિશે ખબર પડી કે સંગઠન હરકતમાં આવી ગયું હતું.  5 જાન્યુઆરીએ તમામ દેશોને જાણ કરી દેવામાં આવી હતી. અને ત્યારબાદ 10 જાન્યુઆરીએ અમે આ વાયરસ સામે લડવા ગાઈડલાઈન પણ જાહેર કરી હતી અને જ્યારે અમને ખબર પડી કે વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે અમે પબ્લીક હેલ્થ ઈમરજન્સી પણ લાગૂ કરી હતી.

દુનિયા પર રાજ કરતો દેશ અમેરિકા ઘરઆંગણે કોરોનાના કારણે બેહાલ છે. તેવામાં પ્રમુખ ટ્રમ્પ હવે WHO પર ભડક્યા છે. ટ્રમ્પે તો WHOનુ ફંડિંગ રોકી દેવાની પણ ધમકી આપી છે અને આરોપ લગાવ્યો છે કે, WHO દ્વારા ચીન પર વધારે ધ્યાન આપવામાં આવ્યુ છે. અમેરિકાના લોકોનુ ધ્યાન રાખવામાં WHO નિષ્ફળ ગયુ છે. એટલુ જ નહી વૈશ્વિક સ્તરે પણ તેને સફળતા મળી નથી.

WHO ને મોટુ ફંડિગ અમેરિકા આપે છે

વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્યની સ્થિતિ સુધારવા માટે કામ કરતી યુનાઈટેડ નેશસન્સની સંસ્થા (WHO) ને સૌથી મોટુ ફંડિંગ અમેરિકા તરફથી મળે છે. WHOએ આગામી ચાર વર્ષમાં 14 બિલિયન ડોલરના રોકાણની અપેક્ષા રાખી છે. WHOનો દાવો છે કે, સંસ્થાની પહોંચ દુનિયાના એક અબજ કરતા વધારે લોકો સુધી છે. એટલે મોટા રોકાણની જરૂર છે.

24 કલાકમાં 2 હજારથી વધારે લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં કોરોના વાયરસ બેલગામ થઈ ગયો છે. અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર અને 12,857 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. માત્ર છેલ્લા 24 કલાકમાં 2 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે અને 33,331 નવા સંક્રમિત કેસ મળી આવ્યા છે. જેને જોઈને ડોનાલ્ડ ટ્રંપના હોશ ઉડી ગયા છે.

READ ALSO

Related posts

ક્રૂર બન્યા માણસ: 50થી વધારે વાનરને ઝેર આપી બોરીઓમાં ભરી ખૂબ માર માર્યો, 38થી વધારે વાંદરાના રામ રમી ગયાં

Pravin Makwana

માર્ક્સની માથાકૂટનો મુદ્દો પહોંચ્યો હાઇકોર્ટ, ગણતરીમાં ભૂલ હોવાની અરજી મામલે ગુજરાત યુનિ.ને કરાયું આ ફરમાન

Dhruv Brahmbhatt

ખાસ વાંચો/ તમારો પાર્ટનર તમને કેટલો પ્રેમ કરે છે? Facebookની આ ધાંસૂ ટ્રિકથી જાણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!