GSTV

કોરોના વેક્સિન/ કોવેક્સિન લગાવવા વાળા નહિ કરી શકે વિદેશ યાત્રા ! WHOની આ લિસ્ટ બની કારણ

કોવેક્સિન

Last Updated on May 22, 2021 by Damini Patel

ભારત બાયોટેકમાં તૈયાર થઇ રહેલ સ્વદેશી ‘કોવેક્સિન’ની રસી લગાવવા વાળાને વિદેશ યાત્રા પર જવાની મુશ્કેલી પડી શકે છે. ખબર છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)ની ઇમર્જન્સી યુઝ લિસ્ટિંગ એટલે EULમાં શામેલ નહિ થવાના કારણે અન્ય દેશોમાં એન્ટ્રી લેવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા દેશોને રસી પ્રાપ્ત કરવા યાત્રીઓ માટે નીતિયોની ઘોષણા કરી દીધી છે. ત્યાં જ કેટલાક દેશ જલ્દી આ નિયમોનું એલાન કરવાના છે.

એક રિપોર્ટ અનુસાર, ઘણા દેશો એ વેક્સિનને મંજુરી આપી રહ્યા છે, જેમને એમના નિયમકો તરફથી મંજૂરી મળી ગઈ હોય અથવા તેઓ WHOની સૂચીમાં સામેલ હોય. હાલ આ સૂચીમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોવીશીલ્ડ, મોડર્ના, ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા(2), જેનસેન(અમેરિકા અને નેધરલેન્ડ) અને સિનોફાર્મ/બીબીઆઈપીનું નામ સામેલ છે.

શું કહે છે WHOના નિર્દેશો

સંગઠને હવે કોવીશીલ્ડને EULમાં શામેલ કરી નથી. WHOના તાજા દિશા-નિર્દેશોથી જાણ થાય છે કે ભારત બાયોટેકએ એક્સપ્રેશન ઓફ ઇંટ્રેસ્ટ જમા કર્યું છે, પરંતુ એના સબંધમાં હજુ વધુ જાણકારી જરૂરી છે’ WHOએ કહ્યું કે મિટિંગ મે-જુનમાં નક્કી છે. ત્યાર પછી કંપનીને એક ડોઝિયર દાખલ કરવું પડશે.

આ ડોઝિયરના સ્વીકાર કરાયા પછી કોવેક્સિનને પોતાની સૂચીમાં સામેલ કરવા પહેલા WHO તરફથી આકલન કરવામાં આવશે. ત્યાર પછી વેક્સિન EULમાં શામેલ કરવામાંની પ્રક્રિયા શરુ થશે. હવે આ દરમિયાન કામમાં સપ્તાઓનો સમય લાગી શકે છે. અહેવાલ મુજબ, એને લઇ ભારત બાયોટેક તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઇમિગ્રેશન એક્સપર્ટ વિક્રમ શ્રોફનું કહેવું છે કે જો વેક્સિન EULમાં નથી અથવા વિદેશમાં એને મંજૂરી નહિ મળી રહી છે, તો યાત્રી રસી પ્રાપ્ત નહિ માનવામાં આવે. હાલ ભારતમાં કોવેક્સિન અને કોવીશીલ્ડને મંજૂરી મળેલી છે. એ ઉપરાંત રુસી રસી સ્પુટનિક-V પણ ઉપયોગ માટે તૈયાર છે. આશા કરવામાં આવી રહી છે કે જલ્દી બજારમાં વ્યાપક સ્તર પર ઉપલબ્ધ થઇ જશે.

Read Also

Related posts

જાણવા જેવું: મોબાઈલના સીમ કાર્ડનો એક ખૂણો શા માટે કપાયેલો હોય છે, આજ સુધી આપને ન મળેલો જવાબ અહીં મળશે

Pravin Makwana

નવો ડખો/ ભાજપના પાવર વગરના મંત્રીની અકળામણ, મને મંત્રીપદેથી આના કરતાં કાઢી મૂકો

pratik shah

ખુશખબર/ 4 મહિના બાદ કોરોના કેસના એવા આંક આવ્યા બહાર કે મોદી સરકારને થશે રાહત, રસીકરણની મહેનત ફળી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!