જેણે અયોધ્યા મંદિર માટે આત્મદાહની ધમકી આપેલી તેને પોલીસે જેલભેગા કરી દીધા

અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે છઠ્ઠી ડિસેમ્બરે આત્મદાહની ધમકી આપનારા મહંત સ્વામી પરમહંસદાસને પોલીસે જેલ ભેગા કરી દીધા છે. પોલીસે આ કાર્યવાહી આત્મહત્યાની કોશિશ, શાંતિભંગ અને માહોલ ખરાબ કરવાના આરોપ હેઠળ કરી છે.

તાપસી છાવણીના મહંત સ્વામી પરમહંસ દાસે રામમંદિર નિર્માણ માટે બાબર વિચારધારા વિધ્વંસ મહાયજ્ઞ કરવાની સાથે એલાન કર્યું હતું કે સીતામઢીથી લાવાવમાં આવેલી માટીથી તિલક કરીને તેઓ છઠ્ઠી ડિસેમ્બરે બપોરે બાર વાગ્યે આત્મવિલોપન કરી લેશે.

તેમણે કહ્યું હતું કે બાબર વિચારધારા વિધ્વંસ મહાયજ્ઞનો ઉદેશ્ય બાબરની વિચારધારા ધરાવતા બે ટકા કટ્ટર મુસ્લિમોની બુદ્ધિની શુદ્ધિ માટે હતો. સંત પરમહંસદાસે ચેતવણી પણ આપી હતી કે જો વહીવટી તંત્ર દ્વારા બર્બરતા કરીને છઠ્ઠી ડિસેમ્બરે આત્મદાહની કોશિશમાં ધરપકડ કરવામાં આવશે.

તો જ્યારે તેઓ મુક્ત થશે ત્યારે તેમની આગામી રણનીતિ સંદ્રભે ખુલાસો કરશે. પરમહંસ દાસે ચેતવણી આપી છે કે પાંચમી ડિસેમ્બર સુધી રામમંદિર નિર્માણ માટે કોઈ નક્કર આશ્વાસન નહીં મળે તો તેઓ છઠ્ઠી ડિસેમ્બરે આત્મવિલોપન કરી લેશે.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter