GSTV
News Trending World

રામ રાખે તેને કોણ ચાખે / અફઘાનિસ્તાના ભૂકંપમાં પરિવારના તમામ સભ્યોના મોત, એક માત્ર માસૂમ બાળકી જીવિત

અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં ભારે નુકસાન થયું છે. આ ભૂકંપમાં 1000થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 1500થી વધુ લોકો ઘાયલ થયા છે. રિક્ટર સ્કેલ પર 6.1ના આ ભૂકંપના કારણે અફઘાનિસ્તાનમાં 3000થી વધુ કાચા અને પાકાં મકાનો ધરાશાયી થયા છે. પહેલાથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકો માટે ભૂકંપના કારણે મુશ્કેલી વધી છે. આ મુશ્કેલ સમયમાં દુનિયાભરના દેશો અફઘાનિસ્તાનની મદદ માટે આગળ આવ્યા છે. અફઘાનિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર રાશિદ ખાને પણ આ મુશ્કેલ સમયમાં અફઘાનિસ્તાનના લોકોની મદદ માટે હાથ લંબાવ્યો છે.

રાશિદ ખાને આ ભૂકંપમાં સર્વસ્વ ગુમાવનાર માસૂમ બાળકીની તસવીર ટ્વિટર પર શેર કરી છે. આ તસવીર શેર કરતાં તેણે લખ્યું હતું કે, આ નાનકડી પરી પોતાના પરિવારની એકમાત્ર જીવિત સભ્ય છે. સ્થાનિક લોકોને ભૂકંપ બાદ આ બાળકીના પરિવારના અન્ય કોઈ સભ્ય મળ્યા નથી. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે અને દૂર દૂરના વિસ્તારોમાં લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. આવી સ્થિતિમાં હું તમને બધાને અપીલ કરૂં છું કે શક્ય હોય એટલી લોકોને મદદ કરો. રાશિદ પોતે પણ પીડિતો માટે ફંડ એકઠું કરી રહ્યો છે. તેણે આ અંગે એક વીડિયો મેસેજ પણ જાહેર કર્યો હતો.

તાલિબાન સરકારે ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે 1 અબજ અફઘાની રૂપિયા (રૂ. 87.53 કરોડના સમકક્ષ) જાહેર કર્યા છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે અને અફઘાનિસ્તાનને માનવતાવાદી સહાયની ઓફર કરી છે. પાકિસ્તાન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા અન્ય દેશોએ પણ મદદનું વચન આપ્યું છે.

READ ALSO:

Related posts

જ્વેલર્સે સાઉદી અરબ અને કતારના શાહી પરિવારોની અંગત માહિતી બચાવવા આપી 59 કરોડની ખંડણી

GSTV Web Desk

દેશમાં ૨૨.૪૩ કરોડ લોકો કૂપોષણથી પીડિત તો ત્રણ કરોડ લોકો ઓબેસિટીનો શિકાર : સંયુક્ત રાષ્ટ્રસંઘનો અહેવાલ

GSTV Web Desk

નવતર પહેલ / દેશમાં પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટી આપશે દરિયામાં ખેતી કરવાની તાલીમ, જાણો કેટલા વર્ષનો છે આ કોર્ષ

Zainul Ansari
GSTV