WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ કોરોના વાઈરસ સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવા અને હાથોને સેનિટાઈઝ કરવાની સલાહ આપી હતી. જોકે નવા સ્ટ્રેનના ફેલાવવા પર WHO કોરોના અંગેની ગાઈડલાઈન્સમાં ફેરફાર કરી શકે છે. WHOએ શુક્રવારે સ્પષ્ટ કર્યું કે, કાપડના માસ્ક પહેરવા અંગે અગાઉ જાહેર કરેલી ગાઈડલાઈન્સમાં કોઈ ફેરફાર થશે નહીં. WHOએ કહ્યું કે, વાઈરસનો નવો પ્રકાર પણ જુના સ્ટ્રેનની જેમ જ ફેલાય છે તેથી કાપડના માસ્કનો પ્રયોગ કરી શકાશે.
વાસ્તવમાં જર્મની અને ઓસ્ટ્રેલિયાના પબ્લિક ટ્રાન્સપોર્ટ અને દુકાનોમાં મેડિકલ માસ્કને ફરજીયાત બનાવવામાં આવ્યું છે. એટલે કે, લોકોને કાપડના માસ્કને બદલે મેડિકલ સેક્ટરમાં પહેરવામાં આવતા સર્જીકલ અને FFP2 માસ્ક પહેરવા પડશે. WHOની કોવિડ-19ની ટેક્નિકલ ટીમનું નેતૃત્ત્વ કરનારી મારિયા વાન કેરખોવે કહ્યું કે, વાઈરસના નવા સ્ટ્રેનમાંથી અમુકે ફેલાવવાની સ્પીડ વધારી છે, પરંતુ બ્રિટન અને દ.આફ્રિકામાં સામે આવેલા નવા મ્યુટેશનની રિસર્ચમાં સામે આવ્યું કે, સંક્રમણના ફેલાવવાની પદ્ધતિમાં કોઈ ફેરફાર થયો નથી. તે જુના વાઈરસની જેમ જ ફેલાય છે.
કાપડના માસ્ક અંગે કહી આ વાત
WHOએ સલાહ આપી કે, નોન મેડિકલ કાપડના માસ્કને 60 વર્ષથી ઓછી વયના લોકો પહેરી શકે છે. જેમને અગાઉથી કોઈ બીમારી છે, તેઓ પણ આ માસ્ક પહેી શકે છે. આ સાથે જ WHOએ મેડિકલ માસ્ક સ્વાસ્થ્ય કર્મીઓ અને અસ્વસ્થ હોવાનો અનુભવ કરતા લોકો, કોરોના પોઝિટિવ દર્દીઓ અને જેમને સંક્રમણનું જોખમ વધુ હોય તેમને પહેરવા કહ્યું છે. WHOએ જણાવ્યું કે, ટ્રાન્સમિશનની પદ્ધતિમાં ફેરફાર થયો નથી. તેથી જો માસ્ક કે અન્ય બાબતે ગાઈડલાઈન બદલવાની જરૂર પડશે તો તે અંગે ભવિષ્યમાં જાણ કરાશે.
READ ALSO
- ગાંધીનગર આદિવાસી સમાજના પ્રશ્નો મામલે બેઠક, મોહન ડેલકરના મોત મામલે યોગ્ય તપાસ કરવા માંગ
- PHOTO: હિના ખાનનો હોટ ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે ફોટોઝ
- વડાપ્રધાન મોદીની ગ્રાન્ડ રેલી: સુરક્ષામાં લાગશે 1500 CCTV, એક નહીં પણ ત્રણ તો હશે મંચ, 7 લાખ લોકોને કરશે સંબોધન
- વડોદરા બાલાજી ગ્રુપના 62 લાખના ડેટા ચોરી, સાયબર સેલમાં ફરિયાદ થતા તપાસ શરૂ
- કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો