GSTV
India News Trending

હિન્દી બોલનારા આપણા ત્યાં પાણીપુરી વેચી રહ્યા છે, તમિલનાડુના શિક્ષણમંત્રીએ કર્યું વિવાદાસ્પદ નિવેદન

તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ મંત્રી પોનમુડીએ હિન્દી ભાષાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અંગ્રેજી ભાષા હિન્દી કરતાં વધુ મૂલ્યવાન છે. હિન્દી ભાષી લોકો પાણીપુરી વેચી રહ્યા હોવાનો દાવો કર્યો હતો. હિન્દી વૈકલ્પિક હોવી જોઈએ અને ફરજિયાત નહીં.

હિન્દી ભાષાને લઈને દેશમાં છંછેડાયેલી લડાઈમાં તમિલનાડુના ઉચ્ચ શિક્ષણ મંત્રી પોનમુડી પણ વચમાં કૂદી પડ્યા છે. શુક્રવારે ભારથિયાર યુનિવર્સિટી કોઈમ્બતુરમાં એક દીક્ષાંત સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે ભાષા તરીકે અંગ્રેજી હિન્દી કરતાં વધુ મૂલ્યવાન છે. હિન્દી ભાષી લોકો નોકરીમાં વ્યસ્ત છે. તેણે ટોણો મારતા કહ્યું કે હિન્દી બોલનારા તો કોઈમ્બતુરમાં પાણીપુરી વેચી રહ્યા છે.

પોનમુડીએ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના ફાયદાકારક પાસાઓને લાગૂ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ દાવો કર્યો હતો કે રાજ્ય સરકાર માત્ર બે ભાષાની સિસ્ટમ લાગુ કરવા માટે કટિબદ્ધ છે. દીક્ષાંત સમારોહમાં તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિ સાથે સ્ટેજ શેર કરતાં તેમણે પ્રશ્ન કર્યો કે હિંદી કેમ શીખવું જોઈએ. જ્યારે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે શીખવવામાં આવે છે.

પોનમુડીએ દાવો કર્યો હતો કે તમિલનાડુ ભારતમાં શિક્ષણ પ્રણાલીમાં મોખરે છે. તમિલ વિદ્યાર્થીઓ કોઈપણ ભાષા શીખવા માટે તૈયાર છે. જો કે, હિન્દી માત્ર એક વૈકલ્પિક ભાષા હોવી જોઈએ, ફરજિયાત નહીં. પોનમુડીએ કટાક્ષમાં વ્યક્ત કર્યું કે હિન્દી કરતાં અંગ્રેજી વધુ મૂલ્યવાન છે અને દાવો કર્યો કે હિન્દી ભાષીઓ નોકરી કરી રહ્યા છે.

પોનમુડીએ કહ્યું, તે કહેતા હતા કે જો તમે હિંદી ભણશો તો તમને નોકરી મળશે? શું એવું છે! તમે કોઈમ્બતુરમાં જોઈ શકો છો કે હવે કોણ પાણીપુરી વેચે છે? એકવાર એવું જ હતું. હવે અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ

Karan

Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!

Binas Saiyed

પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત

Binas Saiyed
GSTV