GSTV
News World ટોપ સ્ટોરી

WHOનો સંકેત/ યુરોપમાં જલ્દી થશે કોરોના મહામારીનો અંત, પરંતુ ભારત માટે આગામી 2 અઠવાડિયા ખતરનાક

કોરોના

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના યુરોપ નિર્દેશક હંસ ક્લૂઝે (Hans Kluge) કોરોના મહામારીને લઈને રાહત ભર્યા સમાચાર આપ્યા છે. ક્લૂઝે જણાવ્યું કે, કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ યુરોપીય દેશોમાં મહામારીને એક નવા તબક્કામાં સ્થાનાંતરિત કરી દીધી છે અને તે સમાપ્ત થઈ શકે છે. જોકે, એના માટે થોડી રાહ જોવી પડશે. તેમણે આગળ કહ્યું કે, ક્ષેત્ર એક તરફની મહામારીના અંત તરફ વધી રહ્યું છે.

કોરોના

ઓમિક્રોન સંક્રમણના અંત પછી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વિકસિત થશે

એક સમાચાર એજન્સીને આપેલ ઈન્ટરવ્યુમાં હંસ ક્લૂઝે જણાવ્યું કે, ઓમિક્રોન માર્ચ સુધીમાં 60% યુરોપીયન લોકોને સંક્રમિત કરી શકે છે. તેમણે જણાવ્યું કે, જો એક વખત ઓમિક્રોનનો વર્તમાન ઉછાળો આખા યુરોપમાં ઓછો થઈ જશે ત્યાર બાદ અમૂક જ અઠવાડિયા અને મહીનાની અંદર વૈશ્વિક પ્રતિકારક શક્તિ વિકસિત થઈ જશે જે કોરોના મહામારીને ઝડપથી સમાપ્ત કરી શકશે. વેક્સિનના કારણે પણ રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ રહી છે. જો બન્ને કિસ્સાઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થાય તો આ મહામારીનો અંત નિશ્ચિત છે. તેમણે ક્હ્યું કે, મને વિશ્વાસ છે કે, યુરોપમાં આ મહામારીનો અંત નિશ્ચિત છે ભલે એના માટે થોડી રાહ કેમ ના જોવી પડે.

અમેરિકાના ટોચના વૈજ્ઞાનિકે પણ રાહતના સમાચાર આપ્યા

અમેરિકાના ટોચના વૈજ્ઞાનિક એન્થની ફૌસીએ પણ રવિવારે આવી જ સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના કેટલાક વિસ્તારમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો નોંધાયો છે જે સારો સંકેત છે. જોકે, વધુ પડતા આત્મવિશ્વાસ સામે ચેતવણી આપતાં તેમણે કહ્યું કે જો તાજેતરમાં જ અમેરિકાના પૂર્વોત્તર જેવા વિસ્તારોમાં કેસોની સંખ્યામાં ઘટાડો થતો રહેશે તો, મને ખાતરી છે કે, તમે સમગ્ર દેશમાં ફેરફારો જોવાનું શરૂ કરી શકશો.

કોરોના

ભારતમાં 14 દિવસમાં પીક પર આવશે

અહીં ભારતમાં, 6 ફેબ્રુઆરી સુધીમાં, કોરોનાની ત્રીજી લહેર પીક પર આવવાની ધારણા છે. IIT મદ્રાસ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આર વેલ્યુ, જે સંક્રમણ દર જણાવે છે, 14 થી 21 જાન્યુઆરી વચ્ચે 2.2 થી ઘટીને 1.57 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આગામી 15 દિવસમાં ત્રીજી લહેર તેની પીક પર પહોંચે તેવી શક્યતા છે. વિશ્વમાં ઓમિક્રોનનો પ્રભાવ ઘટી રહ્યો છે, પરંતુ ભારતમાં તેનું પ્રસારણ શરૂ થઈ ગયું છે. દરમિયાન યુકે હેલ્થ પ્રોટેક્શન એજન્સી (UKHSA) એ સંકેત આપ્યો છે કે નવીનતમ સંસ્કરણ BA.2 (નવું સબ વેરિઅન્ટ BA.2) લગભગ 40 અન્ય દેશોમાં મળી આવ્યું છે.

Read Also

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV