GSTV

રાજ કુન્દ્રા : અશ્લીલ ફિલ્મોની આ કંપની કોણ ચલાવી રહ્યું છે અને ક્યાંથી ચાલી રહી હતી, જાણો તમામ સવાલોના જવાબ માત્ર એક ક્લિકે

રાજ કુન્દ્રા

Last Updated on July 21, 2021 by Damini Patel

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની એક એવા આરોપસર ધરપકડ થઈ છે જે આપણા સમાજમાં ખૂબ જ ધૃણાસ્પદ કામ ગણાય છે. અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપસર કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. કુંદ્રા પર ખૂબ જ હોંશિયારીપૂર્વક આ ધંધો ચલાવવાનો આરોપ લાગ્યો છે જેથી કોઈને ખબર ન પડે કે અશ્લીલ ફિલ્મોની આ કંપની કોણ ચલાવી રહ્યું છે અને તે ક્યાંથી ચાલી રહી છે.

ગ્લેમરની ચકાચોંધ દુનિયા પાછળ કેવી અંધારી દુનિયા છુપાયેલી છે તેનું તાજેતરનું ઉદાહરણ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા છે. લોકો એવું માને છે કે, રાજ કુંદ્રા એક બહુ મોટો બિઝનેસમેન છે, વિદેશમાં તેના બહુ મોટા કામ-ધંધા ચાલી રહ્યા છે પરંતુ તેનું સૌથી ગંદુ અને ઉંડુ રહસ્ય સામે આવ્યું તો લોકો ચોંકી ઉઠ્યા છે.

19 જુલાઈના રોજ થઇ હતી ધરપકડ

મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાંચે 19 જુલાઈના રોજ રાજની ધરપકડ કરી હતી અને તે પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવી કેટલીક એપ્સ પર પબ્લિશ કરવા મામલે ઝડપાયો હોવાની જાણ થઈ હતી. પોલીસને કાયદેસર તેના વિરૂદ્ધ પુરાવા પણ મળી આવ્યા છે જેથી ભારે સનસનાટી મચી ગઈ છે.

પૈસાની લાલચથી ખેંચાયો

મુંબઈ પોલીસના કહેવા પ્રમાણે રાજ કુંદ્રા આ ઈન્ડસ્ટ્રીમાં મળતા પૈસાની લાલચથી ખેંચાયો હતો અને તેમાં ઝંપલાવ્યું હતું. ઉપરાંત પોલીસે કરેલા ખુલાસા પ્રમાણે રાજની કંપની વિયાન ઈન્ડસ્ટ્રીઝ આ ધંધો આખરે ક્યાંથી ચાલી રહ્યો છે તે ગુપ્ત રાખવા માટે પણ પૈસા ખરચતી હતી. રાજ કુંદ્રાએ આ માટે એક વ્હોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું પરંતુ ફેબ્રુઆરી મહિનામાં થયેલી કેટલીક ધરપકડોથી રાજ કુંદ્રાની બધી પોલ ખુલી ગઈ હતી.

Read Also

Related posts

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana

BIG NEWS / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

Dhruv Brahmbhatt

જ્ઞાન શક્તિ દિવસ / અમે વિકાસની વાતો કરીએ છીએ અને તેઓ વિનાશની, CM રૂપાણીના કોંગ્રેસ પર પ્રહાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!