GSTV

જે દવાને લઇને થયો આટલો હોબાળો WHOએ તેના જ ઉપયોગ પર લગાવી રોક, તેનાથી કોરોના મટતો હોવાની શક્યતા નહિંવત

covid

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)રેમડેસિવીરથી કોરોના પેશન્ટની સારવાર ન કરવાની સલાહ આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે રેમડેસિવીરના ડોઝથી કોરોના મટતો હોવાના કોઈ જ પુરાવા મળ્યા નથી.એન્ટી વાયરલ દવા રેમડેસિવીર ઈબોલાની સારવાર માટે બનાવાઈ હતી. ઈબોલામાં એ ઠીક-ઠીક કારગત નીવડી હતી. એ જ દવા કોરોનાના ગંભીર દર્દીઓને પણ આપવામાં આવી રહી છે.

રેમડેસિવીરથી કોરોના મટતો હોવાના કોઈ પુરાવા નથીઃ WHO

who

તે અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું હતું કે એનાથી કોરોના મટતો હોવાની શક્યતા નહિંવત છે. અત્યાર સુધી તેના કોઈ જ પુરાવા મળ્યા નથી. તેનાથી મૃત્યુદર ઘટાડી શકાયો હોય એવા આંકડા ઉપલબ્ધ બન્યા નથી. એ દવાથી કોરોનાની સારવાર કરવામાં દર્દી પર જોખમ મંડરાતું હોવાની ચેતવણી પણ સ્વાસ્થ્ય સંગઠને આપી હતી.

સ્વાસ્થ્ય સંગઠનની નવી ગાઈડલાઈનમાં ૭૦૦૦ દર્દીઓનો ડેટા સામેલ કરાયો હતો. એ પછી દુનિયાભરના ડોક્ટર્સને ચેતવણી અપાઈ હતી. ભારતમાં ઈમરજન્સીના કેસમાં જ આ દવાનો ઉપયોગ થાય છે. એને કોરોનાના દર્દીને આપવાની પૂરેપૂરી પરવાનગી ભારતમાં મળી નથી.

Read Also

Related posts

અહમદ પટેલની અંતિમવિધિમાં હાજર રહેવા રાહુલ ગાંધી આવશે ગુજરાત, આ કોંગ્રેસ નેતાઓની પણ હશે ઉપસ્થિતિ

Karan

3 રાજ્યોમાં ટકરાશે ‘નિવાર’ નામનું સાયક્લોન: રેલવે અને હવાઈ સેવાઓ કરાઈ બંધ, તમિલનાડુમાં 1 લાખ લોકો શિફ્ટ

pratik shah

NIIFમાં 6 હજાર કરોડના રોકાણ અને લક્ષ્મી વિલાસ બેંકને DBILમાં મર્જ કરવાની કેબિનેટની લીલી ઝંડી

Karan
Do NOT follow this link or you will be banned from the site!