GSTV

Video: WHOએ જણાવ્યું માસ્ક પહેરતી વખતે મોટાભાગના લોકો કરે છે કેવી ભૂલો, તમે પણ આવું કરતાં હોવ તો ચેતી જજો

માસ્ક

Last Updated on September 16, 2020 by pratik shah

દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓનો આંકડો 50 લાખને પાર થઇ ગયો છે, 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણના 83,809 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ સંક્રમણના કેસ વધીને 50 લાખ થઇ ગયા છે. ગત 24 કલાકમાં 1054 લોકોના મોત સાથે આ મહામારીથી જીવ ગુમાવનારની સંખ્યા 80,776 થઇ ગઇ છે. વાયરસથી બચવા માટે મુખ્ય રૂપે તમામને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન કરવા અને ડાયટમાં ઇમ્યુન બૂસ્ટર વસ્તુઓ સામેલ કરવાની સલાહ આપવામાં આવી છે. તેવામાં WHOએ (વિશ્વ આરોગ્ય સંગઠન) એક વીડિયો શેર કરતા તે વાત દર્શાવી છે કે માસ્ક પહેરવા દરમિયાન કઇ-કઇ ભૂલો કરવાથી બચવુ જોઇએ. લોકો ખાસ કરીને માસ્ક સાથે સંબંધિત આ ભૂલો કરતા જોવા મળ્યા છે.

ઢીલુ માસ્ક પહેરવુ

લોકો પોતાની સલામતી માટે માસ્ક તો પહેરે છે. પરંતુ તેને વારંવાર હાથ લગાવીને, ખેંચીને ઢીલુ કરી નાંખે છે. તેવામાં સંક્રમણ લાગવાનુ જોખમ અનેકગણુ વધી જાય છે. જો તમે ખરેખર કોરોનાથી બચાવ કરવા માગો તો ઢીલુ નહી પરંતુ સાચા ફીટિંગનું માસ્ક ખરીદો અને પહેરો. એવુ માસ્ક લો જેનાથી નાકથી લઇને હડપચી સુધીનો ચહેરો સારી રીતે કવર થાય.

નાકને કવર ન કરવુ

ઘણા લોકો માસ્કને નાકની નીચે કરી દે છે અથવા આવી જ રીતે માસ્ક પહેરે છે. પરંતુ આ વાયરસ લાગવાનું જોખમ સૌથી વધુ નાક અને મોઢા દ્વારા છે. કેવામાં તેને સારી રીતે ઢાકવા ખૂબ જ જરૂરી છે. તેથી માસ્કને સારી રીતે પહેરો અને નાકની નીચે રાખવાની ભૂલ ન કરો.

વાત કરતી વખતે માસ્ક ન પહેરવુ

લોકો માસ્ક પહેરે તો છે પરંતુ વાત કરવા દરમિયાન મોટા ભાગના લોકો તેને ઉતારી રહ્યા છે. એક-બીજાના સંપર્કમાં આવવા પર માસ્કને મોઢાથી ઉતારીને વાત કરવાથી સંક્રમિત થવાનું જોખમ વધે છે. તેના માટે માસ્કને ધ્યાનથી પહેરવાની સાથે કોઇ સાથે વાત કરતી વખતે ઉતારવાથી બચો.

માસ્કને વારંવાર ન સ્પર્શો

એવા ઘણા લોકો છે જે પોતાના માસ્કને વારંવાર સ્પર્શ કરે છે. તેવામાં તેના પર ગંદા હાથ લાગવાથી વાયરસની ઝપેટમાં આવવાની શક્યતા વધી જાય છે. તેવામાં એવી ભૂલ ના કરો. સાથે જ જો કોઇ તમારી સામે માસ્કને વારંવાર સ્પર્શ કરે તો તેને પણ આ અંગે જાણકારી આપતા આમ ન કરવાની સલાહ આપો. ખાસ કરીને ઘરના બાળકોને સાચી રીતે માસ્ક પહેરવા અને તેને સંભાળવા અંગે સમજણ આપો.

કોઇ બીજાનું માસ્ક પહેરવુ

જો ક્યાંક તમે ઘરના સભ્યો સાથે તેનુ માસ્ક બદલીને પહેરતા હોવ તો આવુ કરવાની ભૂલ ન કરો. આ રીતે એકબીજાનું માસ્ક શેર કરવાથી સંક્રમિત થવાનું જોખમ ખૂબ જ વધી જાય છે.

Read Also

Related posts

રાજ કુન્દ્રાને જામીન મળ્યા બાદ પુત્ર વિયાને સોશિયલ મીડિયા પર લખ્યો એવો મેસેજ, તેની માતા શિલ્પાને પણ થશે ગર્વ

Vishvesh Dave

ઑફર/ Samsungના 6000mAH બેટરીવાળા સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ, ઓછી કિંમતમાં મળશે ધાંસૂ ફીચર્સ

Bansari

Helicopter Crash: જમ્મુ કાશ્મીરમાં સેનાનું હેલિકોપ્ટર થયું ક્રેશ, ઘાયલ બન્ને પાયલોટના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!